ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને તેજીના કારણે ઓક્ટોબરમાં ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સને રૂ. 5,215 કરોડ એકત્રિત કરવા મદદ મળી હતી જે તેને સતત આઠમી મંથલી ઇન્ફ્યુઝન બનાવે છે એમ બુધવારે AMFI દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં સામે આવ્યું છે. જો કે, સપ્ટેમ્બરમાં ચોખ્ખો નાણાપ્રવાહમાં ઘટાડો થયો હતો તે સમયે રૂ 8,677 કરોડ એકત્રિત કરાયા હતા.આ ઉપરાંત, મંથલી SIP યોગદાન પણ સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડથી સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રૂ. 10,518 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
“આ ઘટાડો રોકાણકારો દ્વારા બજારોમાં ઓલ-ટાઇમ હાઈની નજીક ટ્રેડિંગ સાથે પ્રોફિટ બુકીંગ કરવાનું પરિણામ હોઈ શકે છે.” ઉપરાંત ઘણા રોકાણકારોએ ઊંચા મૂલ્યાંકનને કારણે બાજુ પર ખીસ જવાનું પસંદ કર્યું હોવાનું મનાય છે. મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર – મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં એકત્ર કરાયેલ ભંડોળ રૂ 36,656 કરોડથી ઘટીને ઓક્ટોબરમાં રૂ. 28,671 કરોડ થયું હોવાનું આ સ્પષ્ટ અનુમાન છે.
શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર ઑક્ટોબરમાં પણ ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ અને તેજી રોકાણકારોને ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ આકર્ષવાનું ચાલુ રાખે છે. ઇક્વિટી સ્કીમ્સમાં આ વર્ષના માર્ચ મહિનાથી સારો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન સેગમેન્ટમાં રૂ 73,766 કરોડનો ચોખ્ખો પ્રવાહ પ્રાપ્ત થયો છે, જે રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ દર્શાવે છે. આ પહેલા આવી યોજનાઓ જુલાઈ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીના આઠ મહિનામાં સતત આઉટફ્લોમાં જોવા મળી હતી જેમાં 46,791 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
ઇનફ્લોએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ને ઓક્ટોબરના અંતે રૂ. 38.21 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી જે સપ્ટેમ્બરના અંતે રૂ. 37.41 લાખ કરોડ હતી.ઈક્વિટી સેગમેન્ટમાં, ઓક્ટોબરમાં મૂલ્ય અને ઈક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) કેટેગરીઝ સિવાય લગભગ તમામ કેટેગરીમાં ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. સેક્ટરલ/થિમેટિક, ફ્લેક્સી કેપ, લાર્જ કેપ, ફોકસ અને લાર્જ અને મિડ કેપ સેગમેન્ટમાં સારો પ્રવાહ જોવા મળ્યો હતો.
ઇક્વિટી સિવાય હાઇબ્રિડ કેટેગરીમાં અગાઉના મહિનામાં રૂ. 3,587 કરોડની સરખામણીમાં રૂ. 10,437 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. વર્તમાન બજારની સ્થિતિમાં ડાયનેમિક એસેટ એલોકેશન/બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કેટેગરી સફળ તરીકે ઉભરી આવી છે કારણ કે તેણે સમીક્ષા હેઠળના મહિના દરમિયાન રૂ. 11,219 કરોડની કમાણી કરી છે.
સપ્ટેમ્બરમાં રૂ. 63,910 કરોડનો ચોખ્ખો ઉપાડ જોયા બાદ ડેટ સેગમેન્ટમાં રૂ. 12,984 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. “ઓક્ટોબર મહિનામાં ફ્લોટિંગ રેટ ફંડ્સ, ઓછી અવધિ અને અલ્ટ્રા-શોર્ટ ફંડ્સ જેવી સ્કીમ્સમાં રૂ. 12,000 કરોડથી વધુનો નાણાપ્રવાહ જોવા મળ્યો હતો. રોકાણકારો લિક્વિડ ફંડ્સમાં ઓછા વળતરથી અસંતુષ્ટ હતા કારણ કે નાણાકીય નીતિની અપેક્ષાઓને કારણે ટૂંકાગાળાની ઉપજમાં વધારો થયો હતો. NBFCs દ્વારા સામાન્યકરણ અને IPO ભંડોળ,” ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના CEO સંદીપ બાગલાએ જણાવ્યું હતું.
એકંદરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં નેટ ઈનફ્લો ગયા મહિને રૂ. 38,275 કરોડ નોંધાયો હતો જે સપ્ટેમ્બરમાં રૂ. 47,257 કરોડનો ચોખ્ખો આઉટફ્લો હતો.આ ઉપરાંત, મંથલી SIP યોગદાન પણ સપ્ટેમ્બરમાં રૂ. 10,351 કરોડથી સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રૂ. 10,518 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
આ પણ વાંચો : Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો
Published On - 7:34 am, Thu, 11 November 21