શું કોંગ્રેસે નથી ચૂકવ્યો ટેક્સ? ઈન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડ રિકવર કરવા માટે મોકલી નોટિસ

|

Mar 29, 2024 | 1:48 PM

આ પહેલા ગુરૂવારે જ દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને રાહત આપવાથી ઈનકાર કરી દીધો. આ નોટિસ ત્યારબાદ મોકલવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસે એક અરજી દાખલ કરી 2017-18થી લઈ 2020-21 સુધીનો ટેકસ વસૂલવાને લઈ નોટિસ મોકલવાનો વિરોધ કર્યો હતો.

શું કોંગ્રેસે નથી ચૂકવ્યો ટેક્સ? ઈન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડ રિકવર કરવા માટે મોકલી નોટિસ

Follow us on

ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 1700 કરોડ રિકવર કરવા માટે નોટિસ મોકલી છે. આ નોટિસ વર્ષ 2017-18થી લઈ 2020-21 માટે મોકલવામાં આવ્યું છે. આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં ટેક્સની સાથે જ દંડ અને વ્યાજ પણ જોડવામાં આવ્યું છે.

આ પહેલા ગુરૂવારે જ દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને રાહત આપવાથી ઈનકાર કરી દીધો. આ નોટિસ ત્યારબાદ મોકલવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસે એક અરજી દાખલ કરી 2017-18થી લઈ 2020-21 સુધીનો ટેકસ વસૂલવાને લઈ નોટિસ મોકલવાનો વિરોધ કર્યો હતો.

આ છે મામલો?

ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસની ઈન્કમ ટેક્સ વિભાગ સામેની અરજી રદ કરી દીધી હતી. આ પહેલા વર્ષ 2014-15થી લઈ 2016-17 સુધીના ટેક્સ વસૂલવાને લઈને પણ કોંગ્રેસે અરજી કરી હતી, તેને પણ કોર્ટે રદ કરી દીધી હતી. નવી અરજી પણ આ જુની અરજીના આધારે રદ થઈ.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

કોર્ટે છેલ્લા આદેશમાં કહ્યું હતું કે કોંગ્રેસે અરજીનો રસ્તો ત્યારે અપનાવ્યો જ્યારે ટેક્સ અસેસમેન્ટની છેલ્લી તારીખ નજીક આવી ગઈ. કોર્ટે એ પણ કહ્યું હતું કે પ્રથમ નજરમાં એવું લાગે છે કે ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસ સામે પુરાવા એકત્ર કર્યા છે. તેની સાથે જુની અરજી પર પણ કોંગ્રેસને કોઈ રાહત મળી નહતી.

એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે 2014-15થી લઈ 2020-21 સિવાય હવે 2021-22થી લઈ 2023-24 સુધીના ટેક્સ અસેસમેન્ટની રાહ જોઈ રહી છે. આ અસેસમેન્ટ 31 માર્ચ, 2024 બાદ જાહેર કરવામાં આવી શકે છે. ત્યારબાદ કુલ મળીને પાર્ટીની ઉપર 10 વર્ષના ટેક્સ અસેસમેન્ટનો ભાર હશે.

નિયમોનું કર્યુ હતું ઉલ્લંઘન

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડની રિકવરી કરી હતી. કોંગ્રેસ પાસે આ રિકવરી 2018-19 માટે કરવામાં આવી હતી. કોંગ્રેસે વર્ષ માટે આવકવેરો ભરવાની છેલ્લી તારીખના એક મહિના પછી તેના કાગળો સબમિટ કર્યા હતા અને તે નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેના હેઠળ તેને આવકવેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

કોંગ્રેસે આ વર્ષના આવકવેરા કાગળોમાં જણાવ્યું હતું કે તેને ફંડમાં 14 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. જે નિયમોની વિરૂદ્ધ છે. નિયમ છે કે કોઈ પણ પાર્ટી 2000થી વધારેનું ફંડ રોકડમાં લઈ શકતી નથી. કોંગ્રેસે આ નિયમનું ઉલ્લંઘન કર્યુ, જેના કારણે તેને ટેક્સમાં છૂટ ના મળી. તેની સામે પાર્ટીએ અરજી પણ દાખલ કરી હતી.

કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસે ઈન્કમ ટેક્સ વિભાગની આ નોટિસ અને રિકવરીની કાર્યવાહી પર આરોપ લગાવ્યો છે કે સરકાર ચૂંટણી પહેલા તેમના ખાતા સીઝ કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પાર્ટીની પાસે ચૂંટણી લડવાનું પણ ફંડ નથી, તેથી તે પ્રચાર વગેરેમાં પૈસા ખર્ચ કરી શકતી નથી. જો કે ઈન્કમ ટેક્સ વિભાગનું કહેવું છે કે તે માત્ર પોતાની રિકવરી કરી રહ્યું છે અને તેના કોઈ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ મામલે કહ્યું કે કોંગ્રેસ તેને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે.

 

Next Article