Concord Biotech IPO : ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની IPO લાવશે,ઓગસ્ટમાં 100 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના

Concord Biotech IPO:  દેશની જાણીતી બાયોટેક કંપનીઓ પૈકીની એક કોનકોર્ડ બાયોટેક(Concord Biotech)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ટૂંક સમયમાં આવી શકે છે. સૂત્રોનું અનુસાર કંપની ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ આ IPO લોન્ચ કરી શકે છે.

Concord Biotech IPO : ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની IPO લાવશે,ઓગસ્ટમાં 100 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના
| Edited By: | Updated on: Jul 27, 2023 | 6:55 AM

Concord Biotech IPO:  દેશની જાણીતી બાયોટેક કંપનીઓ પૈકીની એક કોનકોર્ડ બાયોટેક(Concord Biotech)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ટૂંક સમયમાં આવી શકે છે. સૂત્રોનું અનુસાર કંપની ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ આ IPO લોન્ચ કરી શકે છે.

કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની કંપનીનું રોકાણ

દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ની ફર્મ રેયર એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી આ કંપનીમાં રોકાણ કર્યું છે. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ક્વાડ્રિયા કેપિટલે(Quadria Capital) પણ ફર્મમાં રોકાણ કર્યું છે.

100 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના

કોનકોર્ડ બાયોટેકની IPO યોજનાઓથી પરિચિત એક સ્ત્રોતે મીડિયાને જણાવ્યું હતું કે, “કંપનીએ થોડા દિવસો પહેલા માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)ને અપડેટેડ ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યું છે. આ IPO આવતા મહિને ઓગસ્ટના પહેલા કે બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની તેને 95 કરોડ ડોલરથી 1 બિલિયન ડોલરના વેલ્યુએશનમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.”

બીજા સૂત્રોએ પણ આ માહિતીને સમર્થન આપ્યું છે. તે જ સમયે એક જાણકારનું કહેવું છે કે કંપનીના IPOનું કદ 1,500 થી 1,600 કરોડ રૂપિયા હોઈ શકે છે અને તે સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર (OFS) હશે. કોનકોર્ડ બાયોટેકે ઓગસ્ટ 2022માં સેબીમાં ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા હતા અને ડિસેમ્બરમાં મંજૂરી મળી હતી.

OFS દ્વારા પણ શેર વેચશે

ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ તેના 2.09 કરોડ શેર વેચાણ માટે મૂકશે. જે કંપનીના કુલ હોલ્ડિંગના લગભગ 20 ટકા છે. હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સમાં હેલ્થકેર સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરતી PE ફર્મ, ક્વાડ્રિયા કેપિટલનું રોકાણ છે.

ડ્રાફ્ટ પેપર્સ અનુસાર, ક્વાડ્રિયા કેપિટલે કોનકોર્ડમાં 20 ટકા હિસ્સા માટે 2016માં રૂ. 475.30 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ફર્મ રેર એન્ટરપ્રાઇઝિસ આ કંપનીમાં 24 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. હાલમાં ઉત્પલ શેઠ રેર એન્ટરપ્રાઈઝીસના સીઈઓ છે.

Shri Techtex IPO માં રોકાણની તક

ટેકનિકલ કપડા મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO રોકાણ માટે ખુલી ગયો છે. આ IPO શ્રી ટેકટેક્સનો છે. શ્રી ટેકટેક્સ આઈપીઓ 26 જુલાઈએ રોકાણ માટે ખુલ્યો છે. રોકાણકારો આ ઈશ્યુમાં 28 જુલાઈ સુધી રોકાણ કરી શકશે. આ માટે હવે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ સ્ટોક આજે ગ્રે માર્કેટમાં સારા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.