Concord Biotech IPO : અમદાવાદમાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપની IPO લાવશે, ઝુનઝુનવાલાનું પણ કંપનીમાં રોકાણ છે

|

Jul 31, 2023 | 9:50 AM

Concord Biotech IPO : શેર માર્કેટમાં IPOની લહેર હજુ યથાવત છે. કોનકોર્ડ બાયોટેકનો IPO આ સપ્તાહે રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. કંપનીનો IPO 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ખુલશે. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ એટલેકે OFS રહેશે. આનો અર્થ એ છે કે કંપની આ માટે કોઈ નવા શેર ઈશ્યુ કરશે નહીં.

Concord Biotech IPO : અમદાવાદમાં હેડ ક્વાર્ટર ધરાવતી કંપની IPO લાવશે, ઝુનઝુનવાલાનું પણ કંપનીમાં રોકાણ છે

Follow us on

Concord Biotech IPO : શેર માર્કેટમાં IPOની લહેર હજુ યથાવત છે. કોનકોર્ડ બાયોટેકનો IPO આ સપ્તાહે રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. અમદાવાદમાં  મુખ્ય મથક ધરાવતી કંપનીનો IPO 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ખુલશે. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ એટલેકે OFS રહેશે. આનો અર્થ એ છે કે કંપની આ માટે કોઈ નવા શેર ઈશ્યુ કરશે નહીં.

કંપની તેના શેર પ્રમોટર્સ અને શેરધારકોને વેચશે. ઘણા અહેવાલો અનુસાર, કંપની 2.09 કરોડ શેર વેચાણ માટે મૂકશે.કોનકોર્ડ બાયોટેકનું મુખ્ય મથક અમદાવાદમાં છે. Quadria Capital સાથે રેર એન્ટરપ્રાઇઝે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે. આ શેર હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ વતી વેચવામાં આવશે. હેલિક્સ તેનો સંપૂર્ણ હિસ્સો વેચીને કોનકોર્ડ બાયોટેકમાંથી બહાર નીકળી જશે.

જાણો  IPO વિશે

કંપની 3 ઓગસ્ટે એન્કર રોકાણકારો માટે એક સત્ર ખોલશે. આ પછી એન્કર રોકાણકારો કંપનીના IPOમાં રોકાણ કરી શકશે. કંપનીએ કર્મચારી માટે 10,000 શેર અનામત રાખ્યા છે. વધુમાં, 50 ટકા લાયક સંસ્થાકીય રોકાણકારો (QIBs) માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

Concord Biotech IPO ની અગત્યની તારીખ

Subject Date
IPO Date 4 to 8 August 2023
Basis of Allotment Friday, 11 August 2023
Initiation of Refunds Monday, 14 August 2023
Credit of Shares to Demat Thursday, 17 August 2023
Listing Date Friday, 18 August 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on Aug 8, 2023

કોનકોર્ડ બાયોટેકમાં કોની કેટલી ભાગીદારી છે?

હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ કોનકોર્ડ બાયોટેકમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેર એન્ટરપ્રાઇઝમાં 24.09 ટકા હિસ્સો છે. 2004માં રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું.

કંપનીનો IPO ક્યારે લિસ્ટ થશે?

કંપનીને કોન્કોર્ડ બાયોટેકના IPOનો લાભ નહીં મળે. કંપનીના IPO ના પૈસા સીધા શેરધારકોને જશે. કંપનીના શેરની ફાળવણી 11 ઓગસ્ટના રોજ થશે. 17 ઓગસ્ટે કંપનીના શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા થશે. 18 ઓગસ્ટે કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

Concord Biotech IPO ની અગત્યની માહિતી

Subject Detail
IPO Date Aug 4, 2023 to Aug 8, 2023
Face Value ₹1 per share
Price ₹705 to ₹741 per share
Lot Size 20 Shares
Total Issue Size 20,925,652 shares
(aggregating up to ₹1,551.00 Cr)
Offer for Sale 20,925,652 shares of ₹1
(aggregating up to ₹1,551.00 Cr)
Employee Discount Rs 70 per share
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Next Article