Commodity Market Today : સમગ્ર દેશમાં ટામેટાં(Tomato)ના ભાવને લઈને સામાન્ય જનતાથી લઈ સરકાર પણ પરેશાન છે. જોકે જૂન-જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે ઘણા શહેરોમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારે કિંમતો કાબુમાં રાખવા સ્વતંત્ર દિવસથી સરકારી સ્ટોર્સ પર 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે.
પરંતુ આમ આદમી માત્ર ટામેટાના ભાવને લઈને રેશાન નથી પણ કોબીજ અને કેપ્સીકમ સહિતના ઘણા લીલા શાકભાજી ટામેટાં કરતા મોંઘા વેચાઈ રહ્યા છે. રિટેલ માર્કેટમાં તેમની કિંમત 100 રૂપિયાથી વધુ છે.
વાસ્તવમાં ચોમાસાના આગમનની સાથે જ ટામેટાં તેમજ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. 20 થી 40 રૂપિયે કિલો મળતા ટામેટા એકાએક 100 રૂપિયે કિલોને પાર પહોંચી ગયા હતા. જ્યારે જુલાઈ માસ સુધીમાં તે રૂ.200 પ્રતિ કિલોના ભાવે વેચાવા હતા. ચંદીગઢમાં એક કિલો ટમેટાની કિંમત 350 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
દેશમાં ચોમાસું નબળું પડી રહ્યું હોવાથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ ઘટી રહ્યા છે. ભીંડા, કાકડી સહિત અનેક લીલા શાકભાજી જુલાઈની સરખામણીએ હવે સસ્તા થયા છે. 60 રૂપિયે કિલો વેચાતી તુવેર હવે રૂ.30 થી 40 કિલોના ભાવે વેચાઈ રહી છે. હવે સારી ગુણવત્તાની એક કિલો ભીંડા 50 થી 60 રૂપિયામાં મળે છે. તેવી જ રીતે ટામેટા પણ હવે સસ્તા થયા છે. પરંતુ કેપ્સીકમ, કઠોળ અને કોબીજ ટામેટાં કરતાં મોંઘા છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ છૂટક બજારમાં ટામેટાંનો સરેરાશ ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કેપ્સિકમ 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. તેવી જ રીતે કોબીજનો ભાવ પણ 130 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે છૂટક બજારમાં એક કિલો કઠોળનો ભાવ રૂ.130 થી 140 છે. એટલે કે કેપ્સીકમ, કોબીજ અને કઠોળની કિંમત ટામેટાં કરતાં વધુ છે.
કેન્દ્ર સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. આમ છતાં ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. મોંઘવારીની સમસ્યા એ છે કે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી પણ ચોખા મોંઘા થઈ રહ્યા છે. તેની કિંમત 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. તેની કિંમતોમાં માત્ર 2.8 ટકાનો વધારો નોંધાયો છે. હવે ઘઉં પણ છેલ્લા 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
જો કે ઘઉંના વધતા ભાવને ઘટાડવા માટે સરકારે મોટી યોજના બનાવી છે. તે ખુલ્લા બજારમાં 50 લાખ મેટ્રિક ટન ઘઉં અને 25 લાખ મેટ્રિક ટન ચોખાનું વેચાણ કરશે. ખાસ વાત એ છે કે તે ઈ-ઓક્શન દ્વારા ખુલ્લા બજારમાં ચોખા અને ઘઉંનું વેચાણ કરશે. સરકારને આશા છે કે આ પગલાથી બજારમાં ચોખા અને ઘઉંની આવક વધશે, જેના કારણે કિંમતો ઘટી શકે છે.