
Commodity Market Today : ભારતીય રૂપિયો બુધવારે ડોલર(Dollar) સામે મજબૂત ઉછાળા સાથે બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત થઈને 82.10 પર બંધ થયો હતો. જો કે, 14 જૂનના રોજ ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત સ્થિતિમાં શરૂ થયો હતો. ડોલર સામે રૂપિયો 9 પૈસા મજબૂત થઈને 82.28 પર ખુલ્યો હતી. આ આગાઉ મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 82.37 ના સ્તર પર બંધ થયો હતો. એક ડોલરની કિંમત 82.17 રૂપિયાની આસપાસ છે. હાલમાં ડૉલર ઈન્ડેક્સ 103.32 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નબળી માંગ, ઘટતા ખર્ચ માર્જિન અને વધતા ભાવોના દબાણે કોટક સંસ્થાકીય ઈક્વિટીઝને એલ્યુમિનિયમ શેરો પર સાવચેત બનાવ્યા છે. છેલ્લા સત્રમાં સોના – ચાંદીમાં થોડી તેજી જોવા મળી હતી.
આ પણ વાંચો : Global Market : US FEDએ વ્યાજદરમાં વધારો ન કર્યો, જાણો ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારના સંકેત કેવા મળ્યા?
છેલ્લા સત્રમાં સોનુ અને ચાંદી તેજી સાથે બંધ થયા હતા. બુધવારે 14 જૂને કારોબાર પૂર્ણ કર્યો ત્યારે બંને મેટલ લીલા નિશાન ઉપર ટ્રેડ થતી જોવા મળી હતી. સોનુ 60000 ના સ્તર તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડની કિંમતોમાં ઉતાર – ચઢાવ વચ્ચે પેટ્રોલ -ડીઝલના ભાવ અપડેટ થયા, જાણો આજના લેટેસ્ટ રેટ