Commodity Market Today : ભારત સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકામાં હોબાળો મચ્યો, અછતના ભયમાં ખરીદી માટે લોકો માર્કેટ દોડી ગયા

|

Jul 25, 2023 | 7:15 AM

Commodity Market Today : કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Rice Export Ban ) લગાવી દીધો છે. ભારત સરકારે તમામ પ્રકારના કાચા ચોખા જેમાં બાસમતી ચોખાનો સમાવેશ થતો નથી તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Commodity Market Today : ભારત સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકામાં હોબાળો મચ્યો, અછતના ભયમાં ખરીદી માટે લોકો માર્કેટ દોડી ગયા

Follow us on

Commodity Market Today : કેન્દ્ર સરકારેતાજેતરમાં એક અગત્યનો નિર્ણય જાહેર કરતા  ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Rice Export Ban ) લગાવી દીધો છે. ભારત સરકારે તમામ પ્રકારના કાચા ચોખા જેમાં બાસમતી ચોખાનો સમાવેશ થતો નથી તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. જેમાં ચોખાનો વપરાશ વધી શકે છે. ઉચ્ચ નિકાસને કારણે દેશમાં ચોખાની કોઈ અછત નહોતી. આ સાથે ચોખાના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાસમતી ચોખાની પોલિસીમાં કોઈ ફેરફાર નથી

બાસમતી ચોખા અને અન્ય ચોખાની નિકાસ અંગે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ ચોખાની પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની નિકાસ નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલો આ પ્રતિબંધ નોન બાસમતી ચોખાની નિકાસ પર લગાવવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી આ ચોખાના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જ્યારથી ભારત સરકારે આ નિર્ણય લીધો છે ત્યારથી અમેરિકામાં ખરીદી માટે પડાપડી થઇ રહી છે. 9 કિલો ચોખા રૂ.2215માં એટલે કે લગભગ $27માં ઉપલબ્ધ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ભારત મોટા પાયે અમેરિકામાં ચોખાની નિકાસ કરે છે. નિકાસ થતા ચોખાના 25 ટકા બાસમતી ચોખાનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23માં સફેદ ચોખા એટલે કે નોન-બાસમતી ચોખાની નિકાસ $4.2 મિલિયનની કિંમતે કરવામાં આવી હતી. તેના પ્રથમ વર્ષ 2021-22માં આ આંકડો US $2.62 મિલિયન હતો. અમેરિકા ઉપરાંત ભારતમાંથી સ્પેન, ઈટાલી, થાઈલેન્ડ, સ્પેન, શ્રીલંકા જેવા દેશોમાં ચોખાની નિકાસ થાય છે. આ વર્ષે માત્ર એક ક્વાર્ટરમાં 15.54 લાખ ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે. દર વર્ષે ત્રિમાસિક ધોરણે ચોખાની નિકાસમાં વધારો થાય છે. પરંતુ આ વખતે પ્રતિબંધ ઘણા દેશો માટે ચોખાનું સંકટ પેદા કરી શકે છે.

ટામેટા સસ્તા થશે

ટામેટાંના ભાવ હજુ પણ સામાન્ય માણસને પરેશાન કરી રહ્યા છે. એકવાર ખેડૂતો દ્વારા ટામેટાં રસ્તા પર ફેંકવામાં આવતા હતા. આજે એ જ ટામેટાંએ ઘણા ખેડૂતોને કરોડપતિ બનાવી દીધા છે. ટામેટાં પર મોંઘવારીની અસરને કારણે રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ હવે તમને રાહત મળવાની છે. કેન્દ્ર સરકાર હજુ પણ સબસિડી પર ટામેટાં વેચી રહી છે જે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. હવે કેન્દ્ર ટામેટાંને તેનાથી પણ ઓછી કિંમતે એટલે કે રૂ. 30 પ્રતિ કિલોના ભાવે વેચવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તમારે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

Next Article