Commodity Market Today : તમારૂ ભાણું શાકભાજીમાં ટામેટાં(Tomato), મરચાં અને મસાલા વગર અધૂરું લાગે છે. આ ચીજો વિના હાલના દિવસોમાં રસોઈનો સ્વાદ જામતો નથી. આ પાછળનું મહત્વનું કારણ એ છે કે તેમની કિંમતો આસમાને પહોંચી(Costly Spices) ગઈ છે. ટામેટાના ભાવ 100 કિલોને વટાવી ચૂક્યા છે. આ જ સમયે લીલું મરચું પણ 400ને પાર પહોંચી ગયું છે. હવે યોગ્ય કસર મસાલાએ પુરી કરી છે. મસાલાઓમાં ખાસ કરીને જીરું, હળદર, લાલ મરચું, સૂકું આદુ સહિત કેટલાક એવા મસાલા છે જેના વિના રસોઈનો સ્વાદ બગડી રહ્યો છે.
જો જીરાની વાત કરીએ તો તેની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જીરાના ભાવમાં 24 ટકાનો વધારો થયો છે. જીરા સિવાય જો હળદરની વાત કરીએ તો હળદરના ભાવમાં પણ 23 ટકાનો વધારો થયો છે. તે જ સમયે લાલ મરચાં 15 ટકા મોંઘા થયા છે. સૂકા આદુના ભાવમાં પણ 8 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં તેમની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. કેડિયાના મતે આગામી સમયમાં મસાલાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જીરુંનું મોટાભાગનું ઉત્પાદન રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં થાય છે આ રાજ્યોમાં કમોસમી વરસાદે બાજી બગાડી છે. જીરાના ઉત્પાદનને અસર થઈ છે. અગાઉ જ્યાં દરરોજ 72 થી 75 બારદાનની થેલીઓનો વ્યવહાર થતો હતો તે હવે ઘટીને 50 થી 52 બારદાનની થેલીઓ પર આવી ગયો છે.
જીરું સિવાય જે મસાલાનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેમાં ધાણા અને હળદર છે. NCDX પર ધાણાના ભાવ રૂ.6680 સુધી પહોંચી ગયા છે. બીજી તરફ ધાણાની વાત કરીએ તો ધાણાના ભાવમાં 24 ટકાનો વધારો થયો છે. ધાણાના જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ 6880 રૂપિયા પર પહોંચી ગયા છે. જો આ જ લાલ મરચાની વાત કરીએ તો હોલસેલ ભાવમાં તેની કિંમત 20,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. એક મહિનામાં તેમાં 14 ટકાનો વધારો થયો છે.
બુધવારે સોનાના ભાવમાં વૈશ્વિક બજારમાં ઘટાડો જયારે ભારતીય વાયદા બજારમાં થોડો વધારો થયો હતો. ડૉલરમાં વધારાને કારણે અને યુએસ ટ્રેઝરી દ્વારા ફેડરલ રિઝર્વની જૂનની પોલિસી મીટિંગની મિનિટોના અનુમાન અનુસાર રેટ લાંબા સમય સુધી ઊંચા રહેશે તેવી અપેક્ષાઓ વધારે છે. વૈશ્વિક બજારમાં બુલિયનમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સોનું $1920 ની નજીક અને ચાંદી 2-સપ્તાહની ટોચ પર ટ્રેડ કરે છે. ડૉલર ઇન્ડેક્સ 103ને પાર 1 સપ્તાહની ઊંચી સપાટીએ નોંધાયો છે.
સાઉદી અરેબિયા અને રશિયા દ્વારા સોમવારે જાહેર કરાયેલ સપ્લાય કટના પોસ્ટ-હોલિડે પ્રતિસાદમાં વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ સાથેના ભાવ તફાવતને ઘટાડીને બુધવારે યુએસ ક્રૂડ ઓઇલ લગભગ 3% વધ્યું હતું. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ (WTI) સોમવારના બંધથી $2 અથવા 2.9% વધીને $71.79 પ્રતિ બેરલ પર સ્થિર થયું હતું. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 40 સેન્ટ અથવા 0.5% વધીને $76.65 પ્રતિ બેરલ પર સેટલ થયા હતા જે મંગળવારે $1.60 પ્રતિ બેરલ વધ્યા હતા.