કંપની છોડી રહેલા કર્મચારીઓને રોકવા માટે IT કંપનીએ Diwali 2021 પર કરી બમ્પર બોનસ અને પ્રમોશનની જાહેરાત

|

Nov 03, 2021 | 9:20 PM

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ રેવન્યુ 4.7 બિલિયન ડોલર રહી હતી. આ ક્વાર્ટરમાં કંપનીએ 17 હજાર નવા કર્મચારીઓની ભરતી કરી છે.

કંપની છોડી રહેલા કર્મચારીઓને રોકવા માટે IT કંપનીએ Diwali 2021 પર કરી બમ્પર બોનસ અને પ્રમોશનની જાહેરાત

Follow us on

કોરોના (Corona Virus) યુગમાં આઈટી કંપનીઓમાં મોટાપાયે હાયરીંગ ચાલી રહ્યું છે. બીજી તરફ આ કંપનીઓ કંપની છોડીને જતા કર્મચારીઓની ઝડપથી પરેશાન છે. ઉદ્યોગમાં આને એટ્રિશન રેટ કહેવામાં આવે છે. વધતા એટ્રિશન રેટને ધ્યાનમાં રાખીને આ IT કંપનીએ દિવાળી 2021 પર તેના કર્મચારીઓ માટે બમ્પર બોનસની જાહેરાત કરી છે. આઈટી જાયન્ટ કોગ્નિઝન્ટ ટેક્નોલોજીના સીઈઓએ જણાવ્યું હતું કે કંપની આ અનિશ્ચિત વાતાવરણમાં તેના કર્મચારીઓને જાળવી રાખવા માટે જંગી બોનસ આપશે.

 

કોગ્નિઝન્ટ ટેક્નોલોજી સોલ્યુશન્સ આઈટી સેક્ટરમાં સૌથી વધુ એટ્રિશન રેટ ધરાવે છે. આ કંપનીમાં કર્મચારીઓની નોકરી છોડવાનો દર 33 ટકા છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર Brian Humphries કહ્યું કે ચોથા ક્વાર્ટરમાં કંપની શાનદાર બોનસ આપશે. આ સિવાય પ્રમોશન પણ આપવામાં આવશે. કંપનીના બે તૃતીયાંશ કર્મચારીઓ ભારતમાં કામ કરે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

 

રેવન્યુમાં 11 ટકાનો ઉછાળો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ રેવન્યુ 4.7 બિલિયન ડોલર રહી હતી. આ ક્વાર્ટરમાં કંપનીએ 17 હજાર નવા કર્મચારીઓની ભરતી કરી છે. કોગ્નિઝન્ટમાં કુલ કર્મચારીઓની સંખ્યા 3,18, 400 છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ પોતાની ટીમમાં 35 હજાર નવા લોકોને જગ્યા આપી છે.

 

આ વર્ષ શાનદાર રહેવાની આશા છે

આ અમેરિકન મલ્ટી-નેશનલ કંપની આ નાણાકીય વર્ષમાં તેની આવક વાર્ષિક ધોરણે 9.8 ટકા વધવાની અપેક્ષા રાખે છે. વર્ષ 2021માં કંપનીની આવક 18.5 બિલિયન હોવાનો અંદાજ છે. કંપનીના ઈતિહાસમાં આ સૌથી વધુ વાર્ષિક રેવન્યુ હશે.

 

TCS પાસે એટ્રિશન રેટ સૌથી ઓછો છે

છેલ્લા 12 મહિનાના આધાર પર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં TCSનો એટ્રિશન રેટ 11.90 ટકા છે, જે સૌથી ઓછો છે. આ ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો એટ્રિશન રેટ 20.10 ટકા, વિપ્રોનો 20.50 ટકા અને HCLનો 15.70 ટકા છે.

 

આ પણ વાંચો :  Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

 

Next Article