Coal India OFS : સરકારી કંપનીના OFS ને 417 ટકા સબ્સ્ક્રિપશન મળ્યું, સરકાર કંપનીમાં હિસ્સો વેચી રહી છે

|

Jun 03, 2023 | 7:23 AM

નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકારે બુધવારે કોલ ઈન્ડિયાની ઓફર ફોર સેલ (OFS) લાવવાની માહિતી આપી હતી. કોલસા મંત્રાલયે આ સંબંધમાં એક સત્તાવાર સૂચના બહાર પાડી અને કહ્યું કે આ OFSમાં ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 225 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ દ્વારા સરકાર 4,100 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે.

Coal India OFS : સરકારી કંપનીના OFS ને 417 ટકા સબ્સ્ક્રિપશન મળ્યું, સરકાર કંપનીમાં હિસ્સો વેચી રહી છે

Follow us on

Coal India OFS: દેશની સૌથી મોટી કોલસા કંપની કોલ ઈન્ડિયા(Coal India)ના સરકારના હિસ્સાના વેચાણ માટેની ઓફરને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એક મીડિયામાં  પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ શુક્રવાર સુધી એટલે કે OFSના છેલ્લા દિવસ સુધી તે નોન-રિટેલ અને રિટેલ રોકાણકારો દ્વારા 417 ટકા ઓવરસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ઓફર ફોર સેલ દ્વારા સરકાર તેના કોલ ઈન્ડિયામાં 3 ટકા એટલે કે 18.48 કરોડ શેર વેચી રહી છે.

ઓફરની કિંમત કેટલી નક્કી કરવામાં આવી હતી

નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકારે બુધવારે કોલ ઈન્ડિયાની ઓફર ફોર સેલ (OFS) લાવવાની માહિતી આપી હતી. કોલસા મંત્રાલયે આ સંબંધમાં એક સત્તાવાર સૂચના બહાર પાડી અને કહ્યું કે આ OFSમાં ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 225 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ દ્વારા સરકાર 4,100 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે.

રોકાણકારોનો સારો પ્રતિસાદ

સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે કોલ ઈન્ડિયાના OFSમાં 28.76 કરોડ શેર માટે બિડ કરી હતી. આ સિવાય છૂટક રોકાણકારોએ શુક્રવારે 2.58 કરોડ શેર માટે અને સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે 5.12 કરોડ શેર માટે બિડ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સરકાર વિનિવેશના લક્ષ્યાંકને પહોંચી વળવામાં મદદ કરશે

ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી આ ઓફર ફોર સેલ દ્વારા કુલ 9.25 કરોડ શેર એટલે કે 1.5 ટકા બે ભાગમાં બિડિંગ માટે ઓફર કરવામાં આવ્યા છે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ પછી સરકારને 4,100 કરોડ રૂપિયા મળશે. કોલ ઈન્ડિયામાં ભારત સરકાર 66.13 ટકા હિસ્સો ધરાવે છે. અને બાકીનો ભાગ પબ્લિક શેર હોલ્ડર પાસે છે. નોંધનીય છે કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ રૂ. 51,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

સરકાર કોલસાની આયાત શૂન્ય સ્તરે લાવશે

ભારત તેની કોલસાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં ભારત(India)ની કોલસાની આયાત(Coal Import) 30 ટકાના ઉછાળા સાથે 162.46 મિલિયન ટન રહી હતી. કોકિંગ કોલમાં 5.44 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 54.46 મિલિયન ટન રહ્યો છે. સરકારનો પ્રયાસ સ્થાનિક કોલસાનું ઉત્પાદન વધારવા અને આયાત નહીંવત કરવાનો છે. કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની કોલ ઇન્ડિયાની ભાવિ યોજનાઓ અંગે નિવેદન આપ્યું છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article