CLOSING BELL : શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું, SENSEX 178 અંક તૂટ્યો NIFTY 15700 નીચે સરક્યો

|

Jun 17, 2021 | 4:38 PM

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં આજે સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું(CLOSING BELL) હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 178 પોઇન્ટઅને નિફ્ટી(NIFTY) 76 પોઇન્ટ તૂટ્યો હતો.

CLOSING BELL : શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું, SENSEX 178 અંક તૂટ્યો NIFTY 15700 નીચે સરક્યો
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં આજે સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું(CLOSING BELL) હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ(SENSEX) 178 પોઇન્ટના ઘટાડા સાથે 52,323 પોઇન્ટ બંધ થયું હતું. બીજી તરફ નિફ્ટી(NIFTY) 76 પોઇન્ટ લપસીને 15,691 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર            સૂચકઆંક         ઘટાડો
સેન્સેક્સ      52,323.33    −178.65 
નિફટી        15,691.40      −76.15 

શેરબજારમાં નિફ્ટીના એફએમસીજી અને આઇટી સૂચકાંકો સિવાય અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકો નબળા રહ્યા હતા. નિફ્ટી મેટલ 2.32 ટકા તૂટ્યો છે જ્યારે રિયલ્ટી, ઓટો સહિતના તમામ ક્ષેત્રના સૂચકાંકોમાં લગભગ 1% ઘટાડો થયો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

નિફ્ટીના 50 માંથી 13 શેર મજબૂતી સાથે બંધ થયા છે. બેંચમાર્ક ઇન્ડેક્સને ઇન્ફોસીસ, ટીસીએસ, એશિયન પેઇન્ટ, આરઆઈએલ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખરીદીનો ટેકો મળ્યો જયારે એચડીએફસી બેંક, એચડીએફસી, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલમાં વેચવાલીએ દબાણ બનાવ્યું હતું.

સેન્સેક્સ 30 માંથી 20 શેરોમાં ઘટાડો થયો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક, ડો. રેડ્ડીઝ, એનટીપીસી અને મારુતિમાં 2% થી વધુ ઘટાડો થયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ, ટીસીએસ, ઈન્ફોસીસ અને ટેક મહિન્દ્રામાં 1% થી વધુનો ઉછાળો નોંધાયો છે.

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેરબજાર(Stock Market)માં ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. આજે સેન્સેક્સ(Sensex) 379.73 પોઇન્ટ અને નિફ્ટી(Nifty) 119.25 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા હતા. ગઈકાલે કારોબારના અંતે સેન્સેક્સ 271 અંક તૂટીને 52,501 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સએ 101 પોઇન્ટ ઘટાડો દર્જ કરી 15,767 ની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.29 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.23 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકા ઘટીને બંધ થયા છે.બેન્ક નિફ્ટી 1.14 ટકાના ઘટાડાની સાથે 34,605.40 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open 52,122.25
High 52,523.88
Low 52,040.51

NIFTY
Open 15,648.30
High 15,769.35
Low 15,616.75

Next Article