ચીનના સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની 22 લાખ કરોડ રૂપિયાના દેવા માટે નાદારી જાહેર કરતાં વૈશ્વિક ચિંતા સર્જાઈ! જાણો શું પડી શકે છે અસર

|

Sep 21, 2021 | 6:10 PM

બજારના એક નિષ્ણાતે કહ્યું કે જો એવરગ્રાન્ડ જેવી મોટી કંપની ડિફોલ્ટ થાય તો તેની અસર ચીનના સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી શકે છે.આ સાથે અન્ય તમામ ક્ષેત્રોના વિકાસને પણ ધીમો કરી શકે છે. વૈશ્વિક સ્તરે આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

સમાચાર સાંભળો
ચીનના સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની 22 લાખ કરોડ રૂપિયાના દેવા માટે નાદારી જાહેર કરતાં વૈશ્વિક ચિંતા સર્જાઈ! જાણો  શું પડી શકે છે અસર
Evergrande

Follow us on

ચીની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે (Evergrande) નાદારીના ભયને કારણે લગભગ સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીના નાદાર થવાની અસર વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે વિશ્વભરમાં પડવાનો ભ ભય ચયકત થઇ રહ્યો છે.

અચાનક કેમ આટલી મોટી નાદારી સામે આવી ?
એવરગ્રાન્ડ ઉપર લગભગ 300 અબજ ડોલરનું મોટું દેવું છે. એવરગ્રાન્ડે પહેલા તો આ હકીકત છુપાવી રાખી અને કહેતા રહ્યા કે તેની બેલેન્સશીટ મજબૂત છે. જો કે વાત હાથમાંથી નીકળી ગયા પછી તેણે સ્વીકાર્યું કે તેની પાસે 300 અબજ ડોલરનું દેવું છે અને કંપની તેની ચૂકવણી કરવામાં અસમર્થ છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 22 લાખ કરોડ રૂપિયા જેટલી થાય. આ વિશ્વના ઘણા દેશોના કુલ જીડીપી કરતા પણ વધારે છે.

બજારના એક નિષ્ણાતે કહ્યું કે જો એવરગ્રાન્ડ જેવી મોટી કંપની ડિફોલ્ટ થાય તો તેની અસર ચીનના સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી શકે છે.આ સાથે અન્ય તમામ ક્ષેત્રોના વિકાસને પણ ધીમો કરી શકે છે. વૈશ્વિક સ્તરે આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો ત્યાં કંઈક થાય છે તો તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે આજ સ્થિતિમાં કોરોનાના સમયમાં જોવા મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એવરગ્રાન્ડ નો બિઝનેસ શું છે?
એવરગ્રાન્ડે ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. તેની સ્થાપના 1996 માં ગુઆંગઝોઉ શહેરમાં થઈ હતી. એક સમયે આ વિશાળ કંપની ચીનના રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ચહેરો હતી. તેણે ચીનના લગભગ 280 શહેરોમાં કરોડો લોકોને રહેવાનું સપનું પૂરું કર્યું છે પરંતુ હવે તેના પર 300 અબજ ડોલરનું દેવું છે જેણે તેના શેરની કિંમત, ક્રેડિટ રેટિંગ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.

સંકળાયેલા અનેક લોકો પણ ડૂબયાં
એવરગ્રાન્ડ સાથે સંકળાયેલા ઘણા ચીની લોકો પણ ડૂબવાના આરે આવ્યા છે. તેના કારણે શેનઝેન શહેરમાં સ્થિત એવરગ્રાન્ડેની ઓફિસની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો. પ્રદર્શનમાં એવરગ્રાન્ડેના કર્મચારીઓ, એજન્ટો, રોકાણકારો અને કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે.

એવરગ્રાન્ડેની નાદારી હવે ચોક્કસ લાગે છે. આવી સ્થિતિમાં ચીન અને હોંગકોંગની અન્ય રિયલ એસ્ટેટ કંપનીઓ હવે ભારે દબાણ હેઠળ જોવા મળી રહી છે કારણ કે એવરગ્રાન્ડનું ડૂબવું વર્ષોથી રિયલ એસ્ટેટ માર્કેટને મોટો ફટકો આપવા જઈ રહ્યું છે.

 

આ પણ વાંચો : Card Tokenisation : જાન્યુઆરી 2022 થી કાર્ડ દ્વારા પેમેન્ટની રીત બદલાશે, CVV દાખલ કર્યા વિના થશે Payment, જાણો શું થશે ફેરફાર

 

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

Published On - 6:09 pm, Tue, 21 September 21

Next Article