તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

|

Oct 01, 2021 | 7:11 AM

changes from 1 October 2021 : સામાન્ય માણસના જીવન સાથે સંબંધિત છે. તેમાં બેન્કિંગ નિયમો(Bank rules)થી લઈને એલપીજી (LPG price) માં ઘણા ફેરફારનો સમાવેશ થાય છે.

તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં
Symbolic Image

Follow us on

આજે 1 ઓક્ટોબરથી તમને ઘણા નવા ફેરફારો જોવા મળશે (changes from 1 October 2021). ઓક્ટોબરની શરૂઆત સાથે તમારી બેંક અને પગાર સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આવતા મહિનાથી ઘણી રોજિંદી વસ્તુઓ બદલાવા જઈ રહી છે આ ફેરફારો સામાન્ય માણસના જીવન સાથે સંબંધિત છે. તેમાં બેન્કિંગ નિયમો(Bank rules)થી લઈને એલપીજી (LPG price) માં ઘણા ફેરફારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કયા કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

પેન્શન નિયમોમાં ફેરફાર થશે
આજથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમો બદલાઇ રહ્યા છે. હવે દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવાનું છે. તેથી ભારતીય ટપાલ વિભાગે જીવન પ્રમાણ કેન્દ્રનું ID બંધ હોય તો સમયસર એક્ટિવ કરી તેની ખાતરી કરવા જણાવ્યું છે.

જૂની ચેકબુક ચાલશે નહીં
આજથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઈ જશે. આ બેન્કો ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક છે. તમને જણાવી દઈએ કે આ બેન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ થઈ છે. બેંકોના વિલીનીકરણને કારણે 1 ઓક્ટોબર, 2021 થી ખાતાધારકોના ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક ફગાવી દેશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઓટો ડેબિટ કાર્ડના નિયમો બદલાશે
તમારા ક્રેડિટ / ડેબિટ કાર્ડમાંથી ઓટો ડેબિટ માટે 1 ઓક્ટોબરથી RBI દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અથવા મોબાઇલ વોલેટ્સમાંથી ઓટો ડેબિટ ગ્રાહક તેની મંજૂરી ન આપે ત્યાં સુધી નહીં થાય. નવા એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન નિયમ મુજબ નિયમ 1 ઓક્ટોબર, 2021 થી લાગુ થશે. બેંકમાં કોઈપણ ઓટો ડેબિટ માટે ગ્રાહકને 24 કલાક અગાઉથી નોટિફિકેશન મોકલવું પડશે જેથી પેમેન્ટ દ્વારા એકાઉન્ટ ડેબિટ કરી શકાય. ગ્રાહકોના ખાતામાંથી પૈસા ત્યારે જ ડેબિટ થશે જ્યારે તે તેનું કન્ફર્મેશ અપાશે. તમે આ સૂચના SMS અથવા E-mail દ્વારા મેળવી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમો બદલાશે
બજારના નિયામક સેબી (SEBI) હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લાવ્યો છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે. મેનેજમેન્ટ કંપનીઓ હેઠળની સંપત્તિના જુનિયર કર્મચારીઓએ 1 ઓક્ટોબર, 2021 થી તે મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં તેમના કુલ પગારના 10 ટકા રોકાણ કરવું પડશે. જ્યારે 1 ઓક્ટોબર 2023 સુધીમાં તબક્કાવાર તે પગારના 20 ટકા હશે. સેબીએ તેને સ્કિન ઇન ધ ગેમ નિયમ કહ્યો છે. રોકાણનો લોક-ઇન પીરિયડ પણ હશે.

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે
આજે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

 

આ પણ વાંચો : 7th Pay Commission: હવે રૂપિયા 1.25 લાખ માસિક પેન્શન મળશે, સમજો સરકારના નવા પેન્શન રુલ્સને અહેવાલ દ્વારા

Published On - 7:09 am, Fri, 1 October 21

Next Article