Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે

|

Aug 16, 2021 | 2:32 PM

UIDAI એ જણાવ્યું છે છે કે નિયમો બદલ્યા પછી, આધાર કાર્ડમાં સરનામું બદલતા પહેલા તમારે દસ્તાવેજોની યાદી તપાસવી પડશે અને ફક્ત આ દસ્તાવેજોની મદદથી તમે આધારમાં સરનામું અપડેટ કરી શકો છો. જાણો તમે આધાર કાર્ડ પર તમારું સરનામું કેવી રીતે બદલી શકો છો

સમાચાર સાંભળો
Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે
Aadhaar CARD

Follow us on

આપણે નોકરીમાં બદલી કે અન્ય કારણોસર સરનામું બદલીએ તો આ માહિતી આધારકાર્ડ(Aadhaar Card)માં પણ અપડેટ કરવી જરૂરી બને છે. જો તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની જરૂર હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. UIDAI એ આધાર સરનામાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે તમે આધાર પુરાવા વગર આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ પ્રક્રિયા (Aadhaar Card Address Change Process) કરી શકતા નથી. અગાઉ UIDAI એ આ નિયમોમાં છૂટછાટ આપી હતી, પરંતુ હવે આ નિયમો ફરી બદલાયા છે.

UIDAI એ જણાવ્યું છે છે કે નિયમો બદલ્યા પછી, આધાર કાર્ડમાં સરનામું બદલતા પહેલા તમારે દસ્તાવેજોની યાદી તપાસવી પડશે અને ફક્ત આ દસ્તાવેજોની મદદથી તમે આધારમાં સરનામું અપડેટ કરી શકો છો. જાણો તમે આધાર કાર્ડ પર તમારું સરનામું કેવી રીતે બદલી શકો છો

ઓનલાઇન અરજી
>> UIDAI વેબસાઇટ પર જાઓ અને ‘Proceed to Update Aadhaar’ પર ક્લિક કરો.
>> હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો.
>> પછી ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો.
>> તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે તેને દાખલ કરો.
>> પછી ‘LOGIN’ પર ક્લિક કરો.
>> જલદી તમે LOGIN કરશો, તમારી આધાર વિગતો સ્ક્રીન પર દેખાવા લાગશે.
>> તેમાં તમારું સરનામું બદલો અને આપેલા 32 દસ્તાવેજોમાંથી એકની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને સબમિટ કરો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ઓફલાઇન અરજી
>> તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને આધાર કાર્ડ અપડેટ ફોર્મ ભરો.
>> ફોર્મ સબમિટ કરો અને ચકાસણી માટે તમારા બાયોમેટ્રિક્સ આપો.
>> કર્મચારી તમને અપડેટ રિકવેસ્ટ નંબર (URN) સાથે રસીદ આપશે.
>> આ URN નો ઉપયોગ કરીને આધાર અપડેટ સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.

 

આ પણ વાંચો :  Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એજ નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

 

આ પણ વાંચો :  NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો

Next Article