તાજેતરના સમયમાં રિયલ એસ્ટેટ(Real Estate)ના વેચાણમાં તેજી આવી છે. ખાસ કરીને મેટ્રો શહેરો અને મોટા શહેરોમાં રિયલ એસ્ટેટની સ્થિતિમાં સુધારાની ગતિ ઘણી સારી છે. આ તેજીના મુખ્ય બે કારણો છે. પ્રથમ હોમ લોન પર વ્યાજ દર હાલમાં એક દાયકાના નીચા સ્તરે છે. બીજું ઘણી રાજ્ય સરકારોએ રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છેઆ દરમ્યાન જો તમે તમારા માટે નવું ઘર ખરીદો છો અથવા જૂના મકાનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો તો ટેક્સ નિયમો જાણવાં જરૂરી છે.
જો તમે કોઈ સંપત્તિ વેચો તો કેપિટલ ગેઈન કરપાત્ર છે. હાઉસ પ્રોપર્ટી પણ એસેટ ક્લાસ હેઠળ આવે છે. એસેટ ક્લાસ માટે 36 મહિના સુધીનું હોલ્ડિંગ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) હેઠળ આવે છે. બીજી તરફ જ્યારે તે 36 મહિનાથી વધુ હોય ત્યારે તે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) હેઠળ આવે છે. નાણાકીય વર્ષ 2017-18 થી જમીન અને ઘરની મિલકત જેવી રિયલ એસ્ટેટ માટે લાંબા ગાળાના મૂડી લાભ એટલે કે LTCGની મર્યાદા ઘટાડીને 24 મહિના કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો 24 મહિના પછી જો ઘર અથવા જમીન વેચવામાં આવે છે અને તેમાંથી પૈસાની કમાણી થાય છે તો તે LTCG હેઠળ આવશે.
આવકવેરા કાયદા અનુસાર જો તમે જૂની મિલકત વેચીને મૂડી લાભ મેળવો છો, તો તે કરપાત્ર રહેશે. જો કે, તે પૈસાથી નવું ઘર ખરીદવાથી ટેક્સમાં રાહત મળશે. આવા કિસ્સામાં કલમ 54 અને 54-F હેઠળ રાહત આપવામાં આવે છે. જો કે, કેટલીક શરતો છે. આ બજેટ પહેલા ટેક્સ પ્રોફેશનલ્સ નિયમોમાં કેટલાક ફેરફારની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રવિવારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત મળી કે નહિ? જાણો અહેવાલ દ્વારા
આ પણ વાંચો : Corona ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા જઈ રહ્યા છો? પહેલા જાણી લો આ નવો નિયમ નહિતર કંપનીઓ કરી શકે છે ઊંચા હાથ
Published On - 9:02 am, Sun, 16 January 22