વેપારીઓ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લૉકડાઉનની વિરૂદ્ધ, જાણો CAITએ શું કહ્યું

|

Dec 27, 2021 | 9:07 PM

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના કેસોમાં વધારો થતાં, લોકોને સંભવિત ત્રીજી લહેરની ચિંતા હેરાન કરી રહી છે.

વેપારીઓ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લૉકડાઉનની વિરૂદ્ધ, જાણો CAITએ શું કહ્યું
File Image

Follow us on

દેશમાં કોરોનાના કેસ (Corona cases) ઝડપથી વધી રહ્યા છે. ઓમીક્રોનના (Omicron) કેસ વધવાની સાથે લોકોને સંભવિત ત્રીજી લહેરની ચિંતા (Third Wave Of Corona) હેરાન કરવા લાગી છે. આ દરમિયાન વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા તે ખૂબ મહત્વપૂર્ણ છે કે કોઈ લોકડાઉન (lockdown)ની જગ્યાએ સરકારે લોકોને ફરજીયાતપણે કોરોનાથી સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેના માર્ગો અને માધ્યમો ઘડી કાઢવા જોઈએ.

 

 

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ખંડેલવાલે કહ્યું કે જ્યાં સુધી વ્યાપારી બજારોની વાત છે, દુકાનો પર લોકડાઉન લાદવાનું કોઈપણ પગલું ઉલ્ટું સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ સારૂં રહેશે કે ટ્રેડ એસોસીએશન્સને વિશ્વાસમાં લેવામાં આવે અને સરકારી મશીનરીના સમર્થનની સાથે ટ્રેડ એસોસિએશને કોરોનાના પ્રોટોકોલને અપનાવીને ગ્રાહકોના આગમનને નિયંત્રિત કરવા પગલાં લેવા જોઈએ.

 

નો માસ્ક-નો સેલની નીતિ લાગુ કરી: CAIT

તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે દુકાનદારોએ પહેલેથી ગ્રાહકોની સાથે વાતચીત કરતાં CAITએ નો માસ્ક-નો સેલ પોલિસી અપનાવવાની સલાહ આપી છે. CAITની સલાહ મુજબ દુકાનદારો પોતે અને કર્મચારીઓ પણ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. કૈટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ અને કોલેજો બંધ કરવી એ આવકારદાયક પગલું હશે.

 

કારણ કે તેનાથી શાળા અને કોલેજ જતા બાળકોને કોરોનાથી સુરક્ષિત કરી શકાશે. CAIT અનુસાર ઓડ-ઈવન સિસ્ટમ નકામી હશે, કારણ કે જ્યારે પણ ગ્રાહકો બજારમાં જાય છે, ત્યારે તેઓ સંપૂર્ણ ખરીદી કરે છે. તેમણે કહ્યું કે ઓડ-ઈવન ફોર્મ્યુલાથી ગ્રાહકોની ખરીદી અને પસંદગી પર ખરાબ અસર પડશે. CAIT અનુસાર આનાથી ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર પણ ખરાબ અસર થશે.

 

દુકાનો દ્વારા મોટું જાગૃતિ અભિયાન ચલાવી શકાયઃ CAIT

કૈટ એ નિવેદનમાં જણાવ્યું હતું કે દુકાનો લોકો માટે તાત્કાલિક સંપર્કનું એક માત્ર કેન્દ્ર છે અને તેમના દ્વારા એક મોટું જાગૃતિ અભિયાન શરૂ કરી શકાય છે. કૈટ એ સરકારને આવા મહત્વપૂર્ણ સમયમાં તેના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.

 

આ ઉપરાંત કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે 21 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડતી વખતે કહ્યું કે કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ દ્વારા ફાઈનાન્સ એક્ટ 2021માં સુધારો કરીને કલમ 108, 109 અને 113થી 122ને 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત, CGST કાયદાની કલમ 16માં સુધારો કરીને, પેટા નિયમ A ને AA દ્વારા બદલવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો :  ઈન્કમટેક્સના દરોડામાં મળેલા કરોડો રૂપિયાનું હવે શું થશે? અહીં વાંચો સંપૂર્ણ વિગતો

Next Article