કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

|

Nov 23, 2021 | 4:09 PM

બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદો પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ક્રિપ્ટોકરન્સી સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત
Narendra Modi

Follow us on

Cabinet Meeting: બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદો (Farm Laws) પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ક્રિપ્ટોકરન્સી સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાને લઈને ખેડૂતો લાંબા સમયથી રસ્તાઓ પર આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે. કાયદો પાછો ખેંચી લેવા છતાં, ખેડૂત નેતાઓનું કહેવું છે કે હજુ ઘણા મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરવાની બાકી છે.

ક્રિપ્ટોકરન્સી પર સરકારનું ધ્યાન
ભૂતકાળમાં, સરકારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. એવું માનવામાં આવે છે કે સરકાર તેના પર એક નવું બિલ લાવવાની તૈયારી કરી રહી છે. તેને કેબિનેટ દ્વારા મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં હાલમાં ક્રિપ્ટોકરન્સીને લઈને કોઈ કાયદો નથી. તે ગેરકાયદેસર પણ નથી. જો કે આ અંગે સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે.

સમાચાર અનુસાર, હાલમાં સરકારનો ક્રિપ્ટોકરન્સીને કાનૂની દરજ્જો આપવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ આ સ્થિતિનો અર્થ શું છે. જે રીતે રૂપિયાનો ઉપયોગ થાય છે, સરકાર ક્રિપ્ટોને તે દરજ્જો આપવા તૈયાર નથી. આગામી સમયમાં ક્રિપ્ટોકરન્સી આપીને ટ્રાન્ઝેક્શન કે અન્ય લેવડદેવડ કરવી શક્ય નથી. અત્યારે સરકારનો ક્રિપ્ટોકરન્સીનો દરજ્જો આપવાનો કોઈ ઈરાદો નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

હવે આગળ શું?
એવું માનવામાં આવે છે કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવી શકે છે. આ સ્થિતિમાં સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે નહીં, પરંતુ તેને કડક નિયમો હેઠળ લાવવાના પ્રયાસો ચોક્કસપણે કરવામાં આવશે.

ક્રિપ્ટોકરન્સી વિશે જાણો
ક્રિપ્ટો એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ ગુપ્ત થાય છે અને કરન્સી એટલે કે ‘ચલણ’ જેનો અર્થ તો તમે જાણો જ છો. તે ગુપ્ત ચલણ જેના વિશે કોઈ જાણતું નથી. બિટકોઈન એ ગુપ્ત ચલણ છે એટલે કે ક્રિપ્ટોકરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સી જે ટેકનોલોજી પર આધારિત છે. તમે તેને તમારા ખિસ્સામાં રાખી શકતા નથી. પરંતુ તમે તેને તમારા મોબાઈલ, લેપટોપ, પેન ડ્રાઈવમાં ચોક્કસથી રાખી શકો છો. વિશ્વમાં આજે 8 હજારથી વધુ ક્રિપ્ટોકરન્સી છે, પરંતુ તેમાંથી સૌથી પ્રખ્યાત બિટકોઈન છે, બાકીની ક્રિપ્ટોકરન્સી વિશે લોકો કદાચ જાણતા ન હોય, પરંતુ બિટકોઈન વિશે બધા જાણે છે.

 

આ પણ વાંચો : મોદી સરકારે ભંગાર વેચી 62.54 કરોડની કરી કમાણી, 20 ફૂટબોલના મેદાન બરાબરની જગ્યા થઈ ખાલી

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે વિકલાંગતા ધરાવતા NEET ઉમેદવાર માટે આપ્યા રાહતના નિર્દેશ, અગાઉ એક કલાક વધારાનો સમય આપવાનો કર્યો હતો ઈનકાર

Next Article