
મૂડીરોકાણની વાત કરીએ તો સ્ટૉલ, સ્ટોવ, વાસણ, પાણીની વ્યવસ્થા અને બીજા માલ માટેનો અંદાજે ખર્ચ ₹35,000 જેટલો થાય છે. આ સિવાય તમારે FSSAI લાઈસન્સ, સ્થાનિક મ્યુનિસિપલ પરમિશન અને જરૂર મુજબ GST નંબર લેવાનો રહેશે.

ગ્રાહકનું ધ્યાન ખેંચવા માટે WhatsApp અને Instagram પર મેનૂ શેર કરો. ગ્રાહકોને ‘Buy 1 Get 1’ જેવી સ્કીમો આપો. તમે મેનૂમાં નવા ફ્લેવર્સ, દહીં પુરી, ખમણ, ભેળ જેવી વાનગીઓ ધીરે ધીરે ઉમેરતા રહો.

1 પ્લેટ પર તમે આરામથી ₹10–₹15 જેટલો નફો મેળવી શકો છો. ટૂંકમાં જોઈએ તો, તમે ₹1500–₹3000નો નફો કમાઈ શકો છો. આમ જોઈએ તો, મહિનાનો નફો ₹40,000 થી ₹75,000 જેટલો થાય છે.
Published On - 8:48 pm, Thu, 8 May 25