
બજેટ 2026 રજુ થતાં પહેલા સરકારને એક મોટા ગુડ ન્યુઝ મળ્યા છે.જાન્યુઆરીમાં દેશનો GST કલેક્શન 6.2 ટકા વધીને રૂ. 1.93 લાખ કરોડ થયું છે. સરકારે રવિવારે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ભારતનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ક્લેક્શન રૂ. 1,93,384 કરોડ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિના કરતા 6.2% વધુ છે. આયાત આવકમાં સારી વૃદ્ધિને કારણે આ વધારો થયો છે. જાન્યુઆરી 2025માં કુલ GST ક્લેક્શન રૂ. 1,82,094 કરોડ હતું.
વાર્ષિક ધોરણે એપ્રિલ-જાન્યુઆરી 2025-26 માટે કુલ ક્લેક્શન વધીને 18,43,423 કરોડ થયું છે, જે 8.3% ની મજબૂત વાર્ષિક ગ્રોથ દર્શાવે છે. જાન્યુઆરી માટે ચોખ્ખી GST આવક 1,70,719 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 7.6% વધુ છે.વાર્ષિક ધોરણે ચોખ્ખી આવક 15,95,752 કરોડ થઈ, જે વાર્ષિક ધોરણે 6.8% વધુ છે. રિફંડમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જાન્યુઆરીમાં કુલ રિફંડ 22,665 કરોડ થયા, જે ગત્ત વર્ષની સરખામણીમાં 3.1% નો નજીવો ઘટાડો દર્શાવે છે. સ્થાનિક રિફંડ 7.1% ઘટીને 13,119 કરોડ થયું, જ્યારે નિકાસ રિફંડ 2.9% વધીને ₹9,546 કરોડ થયું.
સ્થાનિક GST વસૂલાતમાં વધારો ચાલુ રહ્યો, જે ગત્ત વર્ષની સરખામણીમાં 4.8% વધીને 1,41,132 કરોડ થયો. આયાત GST વસૂલાત મજબૂત રહી, કુલ આયાત આવક 52,253 કરોડ થઈ, જે જાન્યુઆરી 2025ની સરખામણીમાં 10.1% વધુ છે.તે ગયા વર્ષના 13,009 કરોડથી ઘટીને 5,768 કરોડ થયો, જે 55.6% નો ઘટાડો છે.
રાજ્યવાર સેટલમેન્ટ પછી, GST મહેસૂલ ચિત્ર મિશ્ર હતું. ઔદ્યોગિક રાજ્યોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જ્યારે નાના રાજ્યોમાં ઘટાડો જોવા મળ્યો.
કેન્દ્રશાસિત પ્રદેશોએ અલગ રીતે પ્રદર્શન કર્યું, જેમાં ચંદીગઢમાં 15% વધારો, પુડુચેરીમાં 11% વધારો, જ્યારે લક્ષદ્વીપમાં 30% નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો.
Published On - 10:39 am, Sun, 1 February 26