Budget 2023 : આ નાણામંત્રીના નામે છે સૌથી નાનું અને સૌથી લાબું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ, જાણો કઈ સરકારમાં રચાયા વિક્રમ

Budget 2023 : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સૌથી વધુ શબ્દો હતા. 1991માં મનમોહન સિંહે નાણામંત્રી તરીકે 18,650 શબ્દોનું બજેટ ભાષણ રજૂ કર્યું હતું. તે પછી, અરુણ જેટલી દ્વારા સૌથી વધુ શાબ્દિક બજેટ ભાષણ રજૂ કરવામાં આવ્યું હતું. 2018ના બજેટ ભાષણમાં અરુણ જેટલીએ 18,604 શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Budget 2023 : આ નાણામંત્રીના નામે છે સૌથી નાનું અને સૌથી લાબું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ, જાણો કઈ સરકારમાં રચાયા વિક્રમ
The general budget of the country is presented on February 1
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:45 AM

દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આ વર્ષે 1 ફેબ્રુઆરી 2023 ના રોજ મોદી સરકરનાના કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કરશે. બજેટ ભાષણ ઘણું લાંબુ હોય છે પરંતુ શું તમે જાણો છો ? એક સમય એવો પણ હતો જયારે નાણામંત્રીએ સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યું હતું. દેશનું સૌથી ટૂંકું બજેટ ભાષણ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન નાણામંત્રી કોણ હતા? ઉપરાંત તે સમયે કોની સરકાર હતી? જાણો આ પ્રશ્નોના રસપ્રદ જવાબ

Hirubhai Muljibhai Patel – Ex. Finance Minister

આ નાણાં મંત્રીના નામે સૌથી ટૂંકા સમયના બજેટ ભાષણનો વિક્રમ

દેશના સૌથી ટૂંકા બજેટ ભાષણની વાત કરીએ તો આ રેકોર્ડ હિરુભાઈ મુલજીભાઈ પટેલના નામે છે. આ બજેટ ભાષણ માત્ર 800 શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે 1977 માં ભૂતપૂર્વ નાણામંત્રી હિરુભાઈ મુલજીભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, જો આપણે સૌથી લાંબા બજેટ ભાષણની વાત કરીએ, તો તે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું. સીતારમણે 2019માં કરેલા 2 કલાક અને 17 મિનિટ લાંબા ભાષણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

માત્ર 800 શબ્દનું બજેટ

800 શબ્દોનું દેશનું સૌથી ટૂંકું બજેટ ભાષણ 1977માં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ ભાષણ દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું. હિરુભાઈ મુલજીભાઈ પટેલ 26 માર્ચ 1977 ના રોજ નાણામંત્રી બન્યા. તેમણે 24 જાન્યુઆરી 1979 સુધી દેશના નાણામંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં વર્ષ 1979માં તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા.

Nirmala Sitharaman

દેશનું સૌથી લાંબુ ભાષણ 160 મિનિટનું હતું

દેશમાં સૌથી લાંબુ ભાષણ આપવાનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે. આ બજેટ ભાષણ નાણાકીય વર્ષ 2019-20માં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ ભાષણ આપવા માટે 160 મિનિટ અથવા 2 કલાક 40 મિનિટનો સમય લીધો હતો.

Manmohan Singh

સૌથી વધુ શબ્દોના બજેટનો વિક્રમ મનમોહન સિંઘે રચ્યો

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સૌથી વધુ શબ્દો હતા. 1991માં મનમોહન સિંહે નાણામંત્રી તરીકે 18,650 શબ્દોનું બજેટ ભાષણ રજૂ કર્યું હતું. તે પછી, અરુણ જેટલી દ્વારા સૌથી વધુ શાબ્દિક બજેટ ભાષણ રજૂ કરવામાં આવ્યું હતું. 2018ના બજેટ ભાષણમાં અરુણ જેટલીએ 18,604 શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Published On - 8:42 am, Tue, 10 January 23