Budget 2023: નિર્મલા સીતારમણ સાથે બજેટ બનાવી રહેલ આ 6 ચેહરા કોણ છે? જાણો કેવી રીતે કરી રહ્યા છે બજેટની તૈયારી

|

Jan 30, 2023 | 2:09 PM

બજેટ તૈયાર કરતા નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, તાબાના કર્મચારીઓ, સ્ટેનોગ્રાફર, ટાઈપરાઈટર અને પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓએ ઓફિસમાં જ બેઠક કરીને આ કામ કરી રહ્યા છે. તેમના રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા ઓફિસમાં જ કરવામાં આવી છે.

Budget 2023: નિર્મલા સીતારમણ સાથે બજેટ બનાવી રહેલ આ 6 ચેહરા કોણ છે? જાણો કેવી રીતે કરી રહ્યા છે બજેટની તૈયારી
Budget 2023 - Nirmala Sitharaman

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે 2023-24નું બજેટ રજૂ કરશે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આ તેમનું સંપૂર્ણ બજેટ હશે. વૈશ્વિક પડકારો છતાં 2022 ભારત માટે સારું વર્ષ રહ્યું છે. જોકે, 2023માં વૈશ્વિક મંદીની સંભાવના છે, તેવા સંજોગોમાં આ સામાન્ય બજેટ લોકોની નજર રહેશે. ત્યારે આ બજેટ તૈયાર કરી રહેલા 6 ચહેરાઓ વિશે જાણીશું જેઓએ બજેટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

વી અનંત નાગેશ્વરન (CEA)

વી અનંત નાગેશ્વરન નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) છે. સીતારમણના સૌથી વિશ્વાસુ સલાહકાર. બજેટ ભાષણ માટે જરૂરી ઇનપુટ આપવાની જવાબદારી તેમની રહેશે. IIM અમદાવાદના MBA નાગેશ્વરન પણ આર્થિક સર્વેની તૈયારીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ટીવી સોમનાથન (નાણા સચિવ)

તેઓ નાણા મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારી છે. સોમનાથન, અર્થશાસ્ત્રમાં પીએચડી, તમિલનાડુ કેડરના 1987 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તેમણે એપ્રિલ 2015થી ઓગસ્ટ 2017 સુધી વડાપ્રધાન કાર્યાલયમાં કામ કર્યું હતું.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વિવેક જોષી (સચિવ, નાણાકીય સેવાઓ વિભાગ)

હરિયાણા કેડરના 1989 બેચના IAS અધિકારી જોશીએ જીનીવા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. નાણાકીય સેવાઓ વિભાગની જવાબદારી સંભાળતા પહેલા, તેઓ વસ્તી ગણતરી કમિશનર હતા. બે સરકારી બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની જવાબદારી તેમના ખભા પર છે.

સંજય મલ્હોત્રા (મહેસૂલ વિભાગના સચિવ)

તેઓ નાણા મંત્રાલયમાં જુનિયર ઓફિસર છે. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના IAS છે. મહેસૂલ વિભાગ પહેલા, તેઓ નાણાકીય સેવાઓ વિભાગના વડા હતા. મહેસૂલ સચિવ તરીકે તેમનું લક્ષ્ય ટેક્સ વધારવાનું છે. નાણામંત્રીના બજેટ ભાષણનો ‘B’ ભાગ તૈયાર કરવામાં પણ મદદ કરશે.

અજય સેઠ (આર્થિક બાબતોના સચિવ)

તેઓ કર્ણાટક કેડરના 1987 બેચના IAS છે. એપ્રિલ 2021માં આર્થિક બાબતોના સચિવ બનતા પહેલા તેઓ બેંગ્લોર મેટ્રોના એમડી હતા. દેશમાં સૌપ્રથમ સોવરિન ગ્રીન બોન્ડ રજૂ કરનાર શેઠ જી-20ના નાણા વિભાગના વડા પણ છે. સેઠ સંસદમાં વાંચવા માટે નાણામંત્રીનું બજેટ ભાષણ તૈયાર કરશે.

તુહિનકાંત પાંડે (સેક્રેટરી, દીપમ)

DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડેએ એર ઈન્ડિયા અને નીલાંચલ ઈસ્પાતના ખાનગીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશની સૌથી મોટી LICના IPOને સફળ બનાવવામાં તેમનો મોટો હાથ હતો. આગામી નાણાકીય વર્ષમાં, પાંડેનું ધ્યાન શિપિંગ કોર્પોરેશન, કન્ટેનર કોર્પોરેશન, ભારત અર્થ મૂવર્સ અને NMDCના ખાનગીકરણ પર રહેશે.

કેવી રીતે કરાય છે બજેટની તૈયારી ?

આ વાત સાચી છે કે બજેટ તૈયાર કરવાનું કામ નાણા મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ કરે છે. બજેટ તૈયાર કરવાનું કામ ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. તેના દસ્તાવેજો ખૂબ જ ગોપનીય રાખવામાં આવી રહ્યા છે. બજેટ તૈયાર કરતા નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, તાબાના કર્મચારીઓ, સ્ટેનોગ્રાફર, ટાઈપરાઈટર અને પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓએ ઓફિસમાં જ બેઠક કરીને આ કામ કરી રહ્યા છે.

તેમના રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા ઓફિસમાં જ કરવામાં આવી છે. ગોપનીયતાનું એ રીતે ધ્યાન રાખવામાં આવે છે કે કર્મચારીઓ અને અધિકારીઓ તેમના પરિવાર સાથે વાત પણ કરી શકતા નથી. સરકાર દ્વારા બજેટ તૈયાર કરનારાઓ પર પણ કડક નજર રાખવામાં છે.

Next Article