બજેટમાં 7 લાખની જાહેરાતથી ખુશ ન થાઓ, આ લોકોને જ મળશે લાભ, વાંચો આ અહેવાલ

|

Feb 06, 2023 | 5:04 PM

આમ તો આપણે બધા ટેક્સપેયર્સ છે. ડોક્ટર્સ, એન્જિનિયર, બિઝનેસમેન તમામ ટેક્સ ભરે છે. નાણાપ્રધાને 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીની જાહેરાત કરી પણ તમે જાણો કે ટેક્સ ફ્રીની જાહેરાતમાં કોણ-કોણ સામેલ છે. તે માટે વાંચો આ સમગ્ર અહેવાલ.

બજેટમાં 7 લાખની જાહેરાતથી ખુશ ન થાઓ, આ લોકોને જ મળશે લાભ, વાંચો આ અહેવાલ
Image Credit source: File Image

Follow us on

1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યુ. તે દરમિયાન નાણાપ્રધાને જાહેરાત કરી કે 7 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ત્યારે દેશભરમાં લોકોમાં ગજબનો એક ઉત્સાહ જોવા મળ્યો. સંસદથી લઈ ઓફિસોમાં લોકોએ ડેસ્ક પર હાથ પટકાવીને પોતાની ખુશી વ્યક્ત કરી પણ કોઈનું ધ્યાન એ તરફ ના ગયું કે આ છુટ બધા માટે છે કે થોડા લોકો માટે છે.

આમ તો આપણે બધા ટેક્સપેયર્સ છે. ડોક્ટર્સ, એન્જિનિયર, બિઝનેસમેન તમામ ટેક્સ ભરે છે. નાણાપ્રધાને 7 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીની જાહેરાત કરી પણ તમે જાણો કે ટેક્સ ફ્રીની જાહેરાતમાં કોણ-કોણ સામેલ છે. તે માટે વાંચો આ સમગ્ર અહેવાલ.

આ પણ વાંચો: શું તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે? તો આ કારણે તે રદ થઈ શકે છે, વહેલી તકે પતાવીલો આ કામ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ લોકોને નહીં મળે ફાયદો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટેક્સપેયર્સને રાહત તો આપી પણ તેમને જે લોકો નાણાકીય વર્ષ 2023-24માં નવી ઈન્કમ ટેક્સ સિસ્ટમ પસંદ કરશે. જુની ટેક્સ સિસ્ટમ લેનારા ટેક્સ પેયર્સ પહેલાની જેમ જ ટેક્સ આપતા રહેશે. બજેટમાં ટેક્સમાં છુટની જોગવાઈ પગારદાર વર્ગને જ મળશે. માની લો કે જો તમે ડોક્ટર, વકીલ, બિઝનેસમેન અથવા પગારદાર વર્ગથી અલગ છો તો તમને આ છુટ મળશે નહીં. ટેક્સ સિસ્ટમમાં 50000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ કરી લેવામાં આવ્યું છે એટલે 7.5 લાખ રૂપિયા સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં લાગે.

આ રીતે સમજો 7.5 લાખ રૂપિયા પગાર પર પહેલા 50,000નું સ્ટાન્ડર્ડ ડિડિક્શન ઘટાડી લો. બચ્યા 7 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા વધતા જ તમે રિબેટના સ્લેબમાં આવી જશો અને ટેક્સમાં છુટ મળી જશે પણ તમારી કમાણી પગારથી થતી નથી તો સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો નહીં મળે. એટલે તમારી આવક 7 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધારે થશે તો ટેક્સ ચૂકવવો પડશે.

ઝીરો ટેક્સ ચૂકવવો પડશે

તમને જણાવી દઈએ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો પગારદાર વર્ગને જ મળશે અન્ય કોઈને નહીં, આ હિસાબથી તમે પૂરા 7,50,000 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો એટલે તમારે ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ રીતે મળશે 25000 રૂપિયાની છુટ

આ 7,50,000 લાખ રૂપિયા સિવાય સરકાર તરફથી ટેક્સ રિબેટની લિમિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ લિમિટને આવકવેરાની કલમ 87A હેઠળ વધારવામાં આવી છે. જણાવી દઈએ કે પહેલા તેમાં 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ આવક પર ટેક્સ છુટનો ફાયદો મળતો હતો. આ રીતે તમને 25000 રૂપિયાની છુટ મળી જશે.

Next Article