કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે આ બજેટ રજૂ થવામાં માત્ર બે મહિના બાકી છે. આવી સ્થિતિમાં બજેટમાં શું હોવું જોઈએ તે અંગે સરકારે જનતાનો અભિપ્રાય માંગ્યો(Inviting Ideas and Suggestions for Union Budget 2022 – 2023) છે. તમારા તરફથી મળેલ કોઈપણ સૂચનો સરકારને પસંદ આવશે તો તેને કેન્દ્રીય બજેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) આ બજેટ પહેલા ઘણી બેઠકો અને ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં ઉદ્યોગ જગતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આવકવેરા સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને આગામી બજેટમાં હાઇડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહિત કરવા પગલાં લેવાનું સૂચન કર્યું હતું. હવે સરકારે બજેટ માટે સામાન્ય નાગરિકો પાસેથી તેમના અભિપ્રાય અને સૂચનો પણ માંગ્યા છે.
MyGov.in પ્લેટફોર્મ દ્વારા 7 જાન્યુઆરી સુધી સૂચનો આપી શકાશે
સરકારે લોકોને MyGov.in પ્લેટફોર્મ પર બજેટ અંગે તેમના મંતવ્યો રજૂ કરવા કહ્યું છે. દેશનો દરેક નાગરિક પોતાનો વિચાર સરકાર સાથે ઓનલાઈન શેર કરી શકે છે. બજેટ પર લોકોનો અભિપ્રાય સરકાર માટે ફાયદાકારક બની શકે છે. વધુને વધુ લોકો આ અદ્ભુત તકનો લાભ લેવાનો પ્રયાસ કરે તેવા પ્રયત્ન હાથ ધરાયા છે. 7 જાન્યુઆરી સુધીમાં આ મુદ્દે સરકાર સમક્ષ વાત રજૂ કરી શકાશે. સાથે જ સરકાર આ સુવિધા દ્વારા બજેટમાં સામાન્ય લોકોની વસ્તુઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરશે.
તમે તમારા સૂચનો આ રીતે મોકલી શકો છો
આ પણ વાંચો : Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા
Published On - 7:30 am, Tue, 28 December 21