Budget 2021: નાણાં મંત્રીના બજેટ ભાષણને શેરબજારનો આવકાર, SENSEX 750 અંક ઉછળ્યો

શેરબજારે(STOCK  MARKET ) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ ભાષણને ભવ્ય આવકાર આપ્યો  છે. બીએસઈ સેન્સેક્સ 745 પોઈન્ટના સુધારે 47,031.52ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Budget 2021: નાણાં મંત્રીના બજેટ ભાષણને શેરબજારનો આવકાર, SENSEX 750 અંક ઉછળ્યો
| Edited By: | Updated on: Feb 01, 2021 | 11:42 AM

BUDGET 2021 : શેરબજારે(STOCK  MARKET ) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ ભાષણને ભવ્ય આવકાર આપ્યો  છે. બીએસઈ સેન્સેક્સ 745 પોઈન્ટના સુધારે 47,031.52ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 659 અંક સાથે 31,225.05 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઇન્ડ બેન્કનો શેર લગભગ 9%ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી ઈન્ડેક્સ પણ 1894 અંકના વધારા સાથે 13,823.85
પર કારોબાર કરી રહ્યો છે.

 

નાણામંત્રી નિર્મલા સીતરણનું આ ત્રીજું બજેટ છે. અગાઉ તેમણે 5 જુલાઈ 2019 અને 1 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્રીય બજેટ પણ રજૂ કર્યું હતું. નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બજેટ સામાન્ય લોકો માટે રાહત આપશે. મોદી સરકારનું આ 9મું બજેટ હશે, જેમાં 5 જુલાઈ 2019ના રોજ વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.

 

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે 11.15 વાગ્યે)
બજાર        સૂચકઆંક         વૃદ્ધિ
સેન્સેક્સ  47,031.52   +745 (1.61%)
નિફટી    13,823.85    +189 (1.39%)

 

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021