Budget 2021: Budget to Budget શેરબજારના મુખ્ય INDEXનો કેવો રહ્યો સફર, જાણો અહેવાલમાં

BUDGET 2021: કોરોના પછી આજે આત્મનિર્ભર ભારતને મજબૂત કરવા દાયકાનું પહેલું બજેટ રજૂ કરવામાં આવશે. અર્થતંત્રમાં બુલટ ટ્રેનને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Budget 2021: Budget to Budget શેરબજારના મુખ્ય INDEXનો કેવો રહ્યો સફર, જાણો અહેવાલમાં
| Edited By: | Updated on: Feb 01, 2021 | 11:05 AM

BUDGET 2021: કોરોના પછી આજે આત્મનિર્ભર ભારતને મજબૂત કરવા દાયકાનું પહેલું બજેટ રજૂ કરવામાં આવશે. અર્થતંત્રમાં બુલટ ટ્રેનને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કન્સલ્ટશન, મેન્યુફેક્ટિંગ, એમ્પ્લોયમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બજેટમાંથી મોટી સ્ટ્રેક્ચ્યુઅલ રિફર્મ્સની પણ અપેક્ષા છે.

 

બજેટથી બજેટ માર્કેટનીસ્થિતિ
પાછલા બજેટથી આ બજેટમાં નિફ્ટીમાં 15 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, સેન્સેક્સમાં પણ 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે મિડકેપમાં 16 ટકાનો અને સ્મોલકેપમાં 23 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે.

 

IT, AUTO અને અન્ય ઈન્ડેક્સનો સફર
મુખ્ય ઈન્ડેક્સ સિવાય IT 54 54 ટકા, ઓટો 26 ટકા, FMCGમાં 5 ટકા અને હેલ્થકેરમાં 48 ટકાનો ઉછાળો નોંધાયો હતો. મેટલની વાત કરીએ તો તેમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેપિટલ ગુડ્સમાં 13 ટકાનો અને કન્સ્યુમર ડ્યુરેબલ્સમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

 

BSE OIL & GAS ઈન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો
OIL & GAS ઈન્ડેક્સ પાછલા બજેટથી આ બજેટ સુધી 3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રિયલ્ટીએ 2 ટકાની મજબૂતાઈ દર્શાવી હતી. નિફ્ટી બેંકમાં પણ 1 ટકાની નબળાઇ રહી હતી.

 

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021

Published On - 11:01 am, Mon, 1 February 21