Zomato ના Co-Founder ના રાજીનામાં અંગે BSE એ માંગ્યો જવાબ , જાણો શું કહ્યું કંપનીએ

|

Sep 20, 2021 | 8:39 AM

થોડા સમય અગાઉ ઝોમેટો(Zomato)ના સહ-સ્થાપક (Co - Founder) ગૌરવ ગુપ્તા(Gaurav Gupta)એ રાજીનામું આપ્યું હતું. શેરબજારને આ સમાચાર આપવાને બદલે ઝોમેટોએ બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

સમાચાર સાંભળો
Zomato ના Co-Founder ના રાજીનામાં અંગે BSE એ માંગ્યો જવાબ , જાણો શું કહ્યું કંપનીએ
Zomato

Follow us on

તાજેતરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો(Zomato)એ સ્પષ્ટતા કરી હતી કે કંપનીના સહ-સ્થાપક(Co – Founder) ગૌરવ ગુપ્તા(Gaurav Gupta)ના રાજીનામાને જાહેર કરવાની કોઈ જરૂર નથી. ઝોમેટો અનુસાર ગૌરવ ગુપ્તા ન તો મુખ્ય પ્રબંધક હતા અને ન તો પ્રમોટર હતા. જોકે આ મુદ્દો ચર્ચાની ચકડોળે ચઢ્યો હતો.

થોડા સમય અગાઉ ઝોમેટો(Zomato)ના સહ-સ્થાપક (Co – Founder) ગૌરવ ગુપ્તા(Gaurav Gupta)એ રાજીનામું આપ્યું હતું. શેરબજારને આ સમાચાર આપવાને બદલે ઝોમેટોએ બ્લોગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈએ આ સંદર્ભે ઝોમેટો પાસેથી સ્પષ્ટતા માંગી હતી.

સ્ટોક એક્સચેન્જે માંગો જવાબ
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં ઝોમેટોએ જણાવ્યું હતું કે ગૌરવ ગુપ્તા કંપનીઝ એક્ટ 2013 અને લિસ્ટિંગ રેગ્યુલેશન હેઠળ નોંધપાત્ર મેનેજમેન્ટ હોદ્દો ધરાવતા ન હતા. ઝોમેટોએ કહ્યું કે ગુપ્તા 2015 માં કંપનીમાં જોડાયા હતા. 2019 માં તેમને કંપનીના સહ-સ્થાપક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તે 2021 માં સપ્લાયના હેડ બન્યા હતા. અગાઉ ઝોમેટોએ 17 સપ્ટેમ્બરથી તેની કરિયાણાની ડિલિવરી સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

શું હતો મામલો
ઝોમેટોના સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. તે કંપનીમાં પુરવઠા વિભાગના વડા હતા. લગભગ બે મહિના પહેલા ઝોમેટો પોતે શેરબજારમાં સૂચિબદ્ધ થયો હતો. કંપનીના IPOમાં ગુપ્તાની મુખ્ય ભૂમિકા હતી. તેઓ 2015 માં ઝોમેટોમાં જોડાયા. 2018 માં, તેમને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (COO) બનાવવામાં આવ્યા હતા.

ગૌરવ ગુપ્તાએ ઝોમેટોના તમામ કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો છે. આમાં તેમણે કંપની અને તેના કર્મચારીઓ પ્રત્યેના તેમના પ્રેમ વિશે લખ્યું છે. તેણે લખ્યું છે કે છ વર્ષ પહેલા કંપનીમાં જોડાયા ત્યારે મને આગળની મુસાફરીની જાણ નહોતી. આ સફર અદ્ભુત હતી. આજે હું જ્યાં છું તેના માટે હું ગર્વ અનુભવું છું. ગુપ્તાએ લખ્યું હતું કે મને વારંવાર પૂછવામાં આવે છે કે મને મારી ઉર્જા ક્યાંથી મળે છે અને શું મને સતત પ્રેરણા આપે છે? જવાબ ખૂબ જ સરળ છે. મને તમારા જેવા આશ્ચર્યજનક લોકો પાસેથી ઉર્જા મળે છે અને આ આખી ટીમ મળીને જાદુ બનાવે છે. તેમણે ઝોમેટોના વડા દીપેન્દ્ર ગોયલનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું, “મને તમારી યાત્રાનો ભાગ બનાવવા બદલ આભાર.” હું હંમેશા સાથે વિતાવેલી ક્ષણોને યાદ રાખીશ. મેં તમારી પાસેથી ઘણું શીખ્યું છે અને મને આશા છે કે તમે ઝોમેટોને તે ઊંચાઈ પર લઈ જશો. જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી.

કહેવાય છે કે તે પોતાની નવી કંપની શરૂ કરી શકે છે.હાલ તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. તેઓ છ વર્ષ પહેલા 2015 માં ટેબલ રિઝર્વેશન હેડ તરીકે ઝોમેટોમાં જોડાયા હતા. તેમને 2019 માં કંપનીના સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.

શેર ગગડ્યો
ઝોમેટોના શેરના ભાવ તૂટ્યા હતા શુક્રવારે છેલ્લા કારોબારી દિવસે ઝોમેટોના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. કારોબારના અંતે શેરનો ભાવ રૂ 137.90 (-2.89%) સ્તર પર રહ્યો હતો.

 

આ પણ વાંચો :  Income Tax : એક કરતા વધુ ઘરના માલિક છો ? જાણો આવકવેરાનો આ નિયમ નહીંતર પડશો મુશ્કેલીમાં

 

આ પણ વાંચો : દેવામાં ડૂબેલી આ કંપનીએ ઇન્ટરનેટ સ્પીડના મામલે મુકેશ અંબાણીની કંપનીને પાછળ છોડી ! 5G ટ્રાયલમાં VI એ 3.7 GBPS ની સ્પીડનો રેકોડ નોંધાવ્યો

Next Article