Breaking News : નવી સરકાર બનતાની સાથે જ બજારે તોડ્યા તમામ રેકોર્ડ, Sensex 77 હજારને પાર કરી ગયો

|

Jun 10, 2024 | 10:09 AM

Sensex and Nifty : ટ્રેડિંગ વીકના પહેલા દિવસે બજારની શરૂઆત શાનદાર રહી છે. બજાર નવા શિખરે ખુલ્યું છે. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. નિફ્ટી પ્રથમ વખત 23,400ને પાર કરી ગયો હતો. સેન્સેક્સ પહેલીવાર 77,000ને પાર કરતો જોવા મળ્યો છે.

Breaking News : નવી સરકાર બનતાની સાથે જ બજારે તોડ્યા તમામ રેકોર્ડ, Sensex 77 હજારને પાર કરી ગયો
Sensex and Nifty

Follow us on

Sensex and Nifty : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચનાના કારણે શેરબજારમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે શપથ ગ્રહણ સમારોહના બીજા દિવસે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું છે અને સેન્સેક્સે તમામ રેકોર્ડ તોડીને પ્રથમ વખત 77000ને પાર કરી લીધો છે.

બજાર નવા શિખરે ખુલ્યું

ટ્રેડિંગ વીકના પહેલા દિવસે બજારની શરૂઆત શાનદાર રહી છે. બજાર નવા શિખરે ખુલ્યું છે. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. નિફ્ટી પ્રથમ વખત 23,400ને પાર કરી ગયો હતો. સેન્સેક્સ પહેલીવાર 77,000ને પાર કરતો જોવા મળ્યો છે.

સાપ્તાહિક ધોરણે, 24,000 ની સ્ટ્રાઈક પર 91.5 લાખ કોન્ટ્રાક્ટના મહત્તમ કોલ ઓપન ઈન્ટરેસ્ટ જોવા મળ્યા છે જે આગામી ટ્રેડિંગ સત્રોમાં એક મહત્વપૂર્ણ પ્રતિકાર સ્તર તરીકે કામ કરશે. સૌથી વધુ કોલ રાઈટિંગ 24,000ની સ્ટ્રાઈક પર જોવા મળ્યું હતું. સૌથી વધુ કોલ અનવાઈન્ડિંગ 22,800ની સ્ટ્રાઈક પર જોવા મળ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

શેરબજારે પણ મોદી 3.0ને સલામ કરી

દેશમાં એનડીએ સરકાર સત્તામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજા વડાપ્રધાન બન્યા છે. શેરબજારે પણ સોમવારે મોદી 3.0ને સલામ કરીને ઈતિહાસ રચ્યો હતો. હકીકતમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે BSEનો 30 શેરો વાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000 ના સ્તરને પાર કર્યો હતો. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો.

આ સાથે જ NSE નો નિફ્ટી પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટના ઉછાળા સાથે 23400 પર ખુલ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા.

Published On - 9:38 am, Mon, 10 June 24

Next Article