Breaking News : આજે રવિવારના દિવસે પણ ખુલ્લી રહેશે આ બેંકો ! રજાના દિવસે કામ પતાવી લેજો, પછી 3 દિવસ હડતાલ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની સૂચનાઓ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને તાત્કાલિક કામો વહેલા પૂર્ણ કરવાની અને YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM અને કેશ ડિપોઝિટ મશીનો જેવા માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

Breaking News : આજે રવિવારના દિવસે પણ ખુલ્લી રહેશે આ બેંકો ! રજાના દિવસે કામ પતાવી લેજો, પછી 3 દિવસ હડતાલ
bank open
| Updated on: Sep 27, 2026 | 9:19 AM

રવિવાર, 27 સપ્ટેમ્બર હોવા છતાં આજે બેંકો ખુલ્લી રહેશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકો તેમજ અન્ય સરકારી અને ગ્રામીણ બેંકો આજે કાર્યરત રહેશે કારણ કે આવતીકાલથી ત્રણ દિવસીય બેંક હડતાલ શરૂ થવાની છે. તેથી, નાગરિકોએ તેમના બેંકિંગ કાર્યો આજે જ પૂર્ણ કરી લેવા જોઈએ, કારણ કે બેંક કર્મચારી સંગઠનોએ સોમવાર, 28 સપ્ટેમ્બરથી બુધવાર, 30 સપ્ટેમ્બર સુધી હડતાલનું આહ્વાન કર્યું છે. આ ત્રણ દિવસ દમિયાન બેંકિંગ કામગીરી બંધ રહેશે, તેથી કોઈપણ વ્યવહાર આજે જ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંકે બેંકોને રવિવારે ખુલ્લા રહેવાનો આદેશ આપ્યો હતો.

એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની સૂચનાઓ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગ્રાહકોને તાત્કાલિક કામો વહેલા પૂર્ણ કરવાની અને YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM અને કેશ ડિપોઝિટ મશીનો જેવા માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ ગ્રાહકોને ડિજિટલ સેવાઓ અને 24/7 બેંકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. દરમિયાન, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક જેવી ખાનગી બેંકો પણ આજે કાર્યરત રહી શકે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે બેંક સંગઠનોને વાતચીત દ્વારા પડતર મુદ્દાઓ ઉકેલવા અપીલ કરી છે અને જનતા પાસેથી સહકારની વિનંતી કરી છે.

આજે કઈ કઈ બેંકો ખુલ્લી?

જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) આજે, રવિવારે ખુલ્લી રહેશે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB), કેનરા બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જો તમારે ચેક જમા કરાવવા હોય, પાસબુક અપડેટ કરવી હોય, રોકડ ઉપાડવી હોય અથવા અન્ય બેંકિંગ કાર્યો કરવા હોય, તો આજે જ બેંકની મુલાકાત લઈને કામ પૂરું કરવું શ્રેષ્ઠ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી બેંકિંગ કામગીરી બંધ રહેશે, તેથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે; તેથી, આ તકનો પૂરો લાભ લેવાની સલાહ આપવામાં આવે છે.

કેમ હડતાલ પર કર્મચારીઓ?

‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ (UFBU) એ દેશમાં બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું સૌથી મોટું સંગઠન છે, જેમાં કુલ કર્મચારીઓમાંથી લગભગ 90 ટકા કર્મચારીઓનો સમાવેશ થાય છે. બેંક યુનિયનો અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજ, પેન્શન વ્યવસ્થામાં સુધારા અને કામગીરી-આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાના અમલીકરણ જેવી માંગણીઓ માટે હડતાલ કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે, બેંકો બંધ હોવા છતાં લોકો રોકડ મેળવી શકશે અને ઓનલાઇન વ્યવહારો કરી શકશે. રોકડ ઉપાડવા અને જમા કરવા માટે ATM, ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિડ્રોઅલ મશીન (ADWM) અને UPI સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત રહેશે.

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! કર્મચારીઓને મળી શકે ₹17 લાખ સુધીનું એરિયર્સ, જાણો ગણતરી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.