AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Nvidiaના CEO પદેથી જેન્સેન હુઆંગનું રાજીનામું, હવે આ મહિલાને બનાવાઈ કંપનનીની વચગાળાની CEO

જેન્સેન હુઆંગનું રાજીનામું તેમના અંગત સંબંધો અંગેના મહત્વપૂર્ણ ખુલાસાઓ વચ્ચે આવ્યું છે. અહેવાલો અનુસાર, હુઆંગના કંપનીની જ એક મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હતા, જે સીધા તેમના હેઠળ કામ કરતા હતા.

Breaking News : Nvidiaના CEO પદેથી જેન્સેન હુઆંગનું રાજીનામું, હવે આ મહિલાને બનાવાઈ કંપનનીની વચગાળાની CEO
Nvidia CEO Jensen Huang resigns
| Updated on: Nov 13, 2026 | 9:28 AM
Share

જેન્સેન હુઆંગે Nvidia ના CEO પદેથી રાજીનામું આપ્યું છે. વર્તમાન ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસની વચગાળાના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી કાયમી CEOની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ જવાબદારી સંભાળશે. આ ફેરફાર બાદ પ્રશ્ન એ થાય છે કે, કોલેટ ક્રેસ કોણ છે, જે હવે વિશ્વની સૌથી મોટી AI ચિપ ઉત્પાદક કંપની Nvidiaની ધુરા સંભાળશે?

જેન્સેન હુઆંગે આપ્યું રાજીનામું

જેન્સેન હુઆંગનું રાજીનામું તેમના અંગત સંબંધો અંગેના મહત્વપૂર્ણ ખુલાસાઓ વચ્ચે આવ્યું છે. અહેવાલો અનુસાર, હુઆંગના કંપનીની જ એક મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હતા, જે સીધા તેમના હેઠળ કામ કરતા હતા. વધુમાં, એવો પણ ખુલાસો થયો છે કે તેમના એક એવી મહિલા સાથે પણ સંબંધ હતા, જેને યુએસ સત્તાવાળાઓએ ચીની જાસૂસ તરીકે ઓળખાવી છે. આ ખુલાસાઓ બાદ, કંપનીના બોર્ડે બુધવારે સાંજે નવા નેતૃત્વ અંગે નિર્ણય લેવા માટે કલાકો સુધી એક બેઠક યોજી હતી. જે બાદ કોલેટ ક્રેસને વચગાળાના CEO બનાવવમાં આવ્યા છે.

કોલેટ ક્રેસ કોણ છે?

કોલેટ ક્રેસ ટેક્નોલોજી અને ફાઇનાન્સ ક્ષેત્રે લાંબો અનુભવ ધરાવે છે. તેઓ સપ્ટેમ્બર 2013માં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને CFO તરીકે Nvidia માં જોડાયા હતા. છેલ્લા 13 વર્ષથી કંપની સાથે જોડાયેલા હોવાથી, તેમણે Nvidia ને ગ્રાફિક્સ ચિપ ઉત્પાદકમાંથી વિશ્વની અગ્રણી AI ટેક્નોલોજી કંપનીઓમાંની એક બનતી જોઈ છે.

કોલેટ ક્રેસે યુનિવર્સિટી ઓફ એરિઝોનામાંથી ફાઇનાન્સમાં બેચલર ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Texas Instruments) થી કરી હતી, જ્યાં તેમણે લગભગ આઠ વર્ષ સુધી ફાઇનાન્સ સંબંધિત વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. 1997માં તેઓ માઇક્રોસોફ્ટ (Microsoft) માં જોડાયા, જ્યાં તેમણે લગભગ 13 વર્ષ કામ કર્યું. 2006માં, તેમની નિમણૂક માઇક્રોસોફ્ટના ‘સર્વર એન્ડ ટૂલ્સ’ વિભાગના CFO તરીકે કરવામાં આવી હતી, જે પદ પર તેઓ ચાર વર્ષ સુધી રહ્યા હતા.

2010માં, કોલેટ ક્રેસ સિસ્કો (Cisco) માં જોડાયા અને ત્યાં ‘બિઝનેસ ટેક્નોલોજી એન્ડ ઓપરેશન્સ ફાઇનાન્સ’ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને CFO તરીકે સેવા આપી. લગભગ ત્રણ વર્ષ પછી, સપ્ટેમ્બર 2013માં, તેઓ Nvidia માં જોડાયા. તેમની નિમણૂક સમયે, Nvidia ના CEO જેન્સેન હુઆંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ પોતાની સાથે બહોળો અનુભવ, નાણાકીય વ્યવસ્થાપન પર મજબૂત પકડ અને ટેક્નોલોજી ઉદ્યોગની ઊંડી સમજ લઈને આવ્યા છે.

જેન્સેન હુઆંગે કર્મચારીઓની માફી માંગી

આ અહેવાલો સામે આવ્યા બાદ, જેન્સેન હુઆંગે કર્મચારીઓને એક સંદેશ મોકલ્યો, જેમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. તેમણે જણાવ્યું કે તેમના વર્તન માટે કોઈ બહાનું હોઈ શકે નહીં અને તેમણે પોતાના પરિવાર, કર્મચારીઓ, બોર્ડ, સહકર્મીઓ અને શેરધારકોનો વિશ્વાસ તોડવા બદલ ખેદ વ્યક્ત કર્યો. હુઆંગે કહ્યું કે ‘એનવિડિયા’ (Nvidia) નું નેતૃત્વ કરવું એ તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે; તેઓ કંપની પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને દરેકનો વિશ્વાસ ફરીથી જીતવા માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

CEO પદ માટે સંભવિત ઉમેદવારો

CEO પદ માટે સંભવિત ઉત્તરાધિકારીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, જે નામો પર વિચારણા થઈ રહી છે તેમાં એપલના ભૂતપૂર્વ CEO ટિમ કૂક, એનવિડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (અને CUDA સોફ્ટવેર પ્લેટફોર્મના વડા) ઈયાન બક, અને ભારતીય મૂળના એનવિડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ જય પુરીનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ કંપનીના ગ્લોબલ સેલ્સ હેડ તરીકે સેવા આપી ચૂક્યા છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Nvidiaના CEOજેન્સેન હુઆંગના બીજા અફેરનો ખુલાસો! હવે કંપનીની જ વાઈસ પ્રેસિડેન્ટ સાથેના સંબંધ હોવાનો આરોપ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">