‘BookMyForex’ એ મુસાફરોની સુવિધા માટે ફોરેક્સ કાર્ડ અને કરન્સીની સેમ-ડે ડિલિવરી શરૂ કરી છે. આ સાથે જ પે ઓન ડિલિવરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેથી લોકો પહેલા પેમેન્ટ કર્યા વગર આરામથી ફોરેક્સ મેળવી શકે. BookMyForex, જે MakeMyTrip ગ્રુપનો ભાગ છે, એણે મુસાફરો માટે નવી સુવિધાઓ લોન્ચ કરી છે. આ સુવિધાથી ફોરેક્સ ખરીદવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે.
કંપનીએ જાહેરાત કરી છે કે, ફોરેક્સ કાર્ડ અને કરન્સી નોટની ડિલિવરી હવે અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે. પહેલી વાર, કંપનીએ પે-ઓન-ડિલિવરી (POD) નો વિકલ્પ પણ રજૂ કર્યો છે, જેનાથી ગ્રાહકોને અગાઉથી પેમેન્ટ નહીં કરવું પડે.
POD હાલમાં ફક્ત વિદેશી કરન્સી નોટ્સ પર જ લાગુ પડે છે. તમે UPI અથવા બીજા કોઈ વિકલ્પનો ઉપયોગ કરીને ફક્ત ત્યારે જ પેમેન્ટ કરી શકો છો, જ્યારે ડિલિવરી તમારા ઘરે પહોંચે. આ સિવાય કેશ ઓન ડિલિવરી પણ ઉપલબ્ધ છે પરંતુ તે પ્રતિ મુસાફર ₹50,000 સુધી મર્યાદિત છે.
હાલમાં દેશભરના મુખ્ય શહેરોમાં સેમ-ડે ડિલિવરી ઓફર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેને વધુ સ્થળોએ પણ શરૂ કરવામાં આવશે. જો ગ્રાહકો બપોરે 1 વાગ્યા પહેલાં પેમેન્ટ અને દસ્તાવેજો પૂર્ણ કરે છે, તો ઓર્ડર તે જ દિવસે પહોંચાડવામાં આવશે.
કંપનીની એક પ્રેસ રિલીઝ અનુસાર, પાંચમાંથી એક ગ્રાહક સપ્તાહના અંતે ફોરેક્સ શોધે છે અને ઘણીવાર મુસાફરી પહેલાં બુકિંગ કરાવે છે. અગાઉ, સપ્તાહના અંતે ડિલિવરી અને એડવાન્સ પેમેન્ટના અભાવે ઘણા ઓર્ડર પૂરા થતા નહોતા. એવામાં ફોરેક્સને લગતી નવી સર્વિસ આ ખામીને સંપૂર્ણપણે દૂર કરશે.
BookMyForex એ સીઝનલ BIGFOREXSALE પણ લોન્ચ કર્યું છે, જ્યાં ગ્રાહકો BIGFXSALE પ્રોમો કોડનો ઉપયોગ કરીને ફોરેક્સ કાર્ડ્સ અને કરન્સી નોટ્સ પર 2% સુધીનું કેશબેક (₹7,500 સુધી) મેળવી શકે છે.
‘ફોરેક્સ કાર્ડ’ જેને ટ્રાવેલ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિદેશ મુસાફરી કરવાનો સૌથી સલામત અને અનુકૂળ રસ્તો છે. તે ‘Visa/MasterCard’ પાવર્ડ પ્રીપેડ કાર્ડ છે, જે તમને એક અથવા વધુ વિદેશી કરન્સી લોડ કરવાની મંજૂરી આપે છે.
તમે તેનો ઉપયોગ વિદેશમાં સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ, હોટલ, એટીએમ અને ઈ-કોમર્સ સાઇટ્સ પર કરી શકો છો. આની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે, તમે કરન્સી લોડ કરતા સમયે લૉક્ડ એક્સચેન્જ રેટનો ઉપયોગ કરી શકો છો, જેથી રેટમાં ઉતાર-ચઢાવના નુકસાનથી બચી શકાય.
સરળ રીતે જોઈએ તો, તમે જેમ આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તેમ તમે દરેક જગ્યાએ ફોરેક્સ કાર્ડનો ઉપયોગ (ઓનલાઈન પેમેન્ટ માટે, સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે, હોટેલ બિલ માટે અથવા તો ATM માંથી સ્થાનિક કરન્સી ઉપાડવા માટે) કરી શકો છો.