ભારતે રચ્યો ઈતિહાસ ! આ મામલે વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકાને પણ પાછળ છોડ્યું, રીપોર્ટમાં થયો ખુલાસો

|

Aug 25, 2021 | 7:12 AM

તાજેતરમાં, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારત ચીનની નકલ કરીને વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની શકશે નહી. જો ભારતે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેણે વિકાસના નવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ભારતે રચ્યો ઈતિહાસ ! આ મામલે વિશ્વની આર્થિક મહાસત્તા અમેરિકાને પણ પાછળ છોડ્યું, રીપોર્ટમાં થયો ખુલાસો
પ્રતીકાત્મક તસવીર

Follow us on

અમેરિકાને પાછળ રાખીને ભારત વિશ્વનું બીજું સૌથી આકર્ષક ઉત્પાદન સ્થળ બની ગયું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,  ખર્ચ મોરચે પણ કાર્યક્ષમતાને કારણે ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતનું આકર્ષણ વધ્યું છે.

તાજેતરમાં, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારત ચીનની નકલ કરીને વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની શકશે નહી. જો ભારતે આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેણે વિકાસના નવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ભારતે અમેરિકાને પાછળ છોડ્યું

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કુશમેન એન્ડ વેકફિલ્ડની યાદી મુજબ ચીન નંબર એક પર છે. જ્યારે, ભારત બીજા સ્થાન પર છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આવો જાણીએ 1 થી 10 નંબરમાં ક્યા ક્યા દેશો ક્યા નંબર પર છે.

  1. ચીન
  2. ભારત
  3. અમેરીકા
  4. કેનેડા
  5. ચેક રિપબ્લિક
  6. ઈન્ડોનેશીયા
  7. લિથુએનિયા
  8. થાઈલેન્ડ
  9. મલેશિયા
  10. પોલેન્ડ

સરકારની યોજનાને કારણે થઈ  રહ્યો છે લાભ

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કંપનીઓને ભારતમાં તેમના એકમો સ્થાપવા અને નિકાસ કરવા માટે ખાસ છૂટ તેમજ નાણાકીય સહાય આપવામાં આવે છે.

આગામી પાંચ વર્ષમાં દેશમાં ઉત્પાદન કરતી કંપનીઓને 1.46 લાખ કરોડ રૂપિયાનું ઈન્સેટીવ પણ  આપવામાં આવશે. આ સાથે દેશમાં ઉત્પાદન થવાને કારણે આયાત પર ભારતનો ખર્ચ ઘટશે. દેશમાં માલ બનશે ત્યારે રોજગારીની નવી તકો પણ સર્જાશે.

યોજના અંતર્ગત વિદેશી કંપનીઓને ભારતમાં કારખાનાઓ સ્થાપવામાં તેમજ સ્થાનિક કંપનીઓને પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરવામાં આવશે. આ યોજના 5 વર્ષ માટે છે. આમાં, કંપનીઓને કેશ ઈન્સેટીવ પણ મળે છે. ઓટોમોબાઇલ્સ, નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ, એડવાન્સ કેમિસ્ટ્રી, ટેલિકોમ, ફાર્મા અને સોલર પીવી મેન્યુફેક્ચરિંગ જેવા તમામ ઉભરતા ક્ષેત્રો આ યોજનાનો લાભ લઇ શકે છે.

રિપોર્ટ વિશેની જાણકારી

કુશમેન એન્ડ વેકફિલ્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ માંગ ધરાવતા ઉત્પાદન સ્થળમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. આ દર્શાવે છે કે અમેરિકા અને એશિયા-પેસિફિક ક્ષેત્રની તુલનામાં મેન્યુફેક્ચરિંગ ભારતમાં રસ દાખવી રહ્યું છે. ખર્ચની દ્રષ્ટિએ પણ ઉત્પાદન સ્થળ તરીકે ભારતનું આકર્ષણ વધ્યું છે. આ સિવાય, ભારતે આઉટસોર્સિંગ જરૂરિયાતો સફળતાપૂર્વક પૂરી કરી છે. આનાથી વાર્ષિક ધોરણે ભારતની રેન્કિંગમાં સુધારો થયો છે.

આ પણ વાંચો : Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : શું Airport બાદ હવે Railway નું સંચાલન પણ ખાનગી કંપનીઓના હાથમાં જશે ? જાણો શું છે સરકારની યોજના

Published On - 6:38 am, Wed, 25 August 21

Next Article