ભારત સાથે ટકરાઈને ચીની કંપની બાઈટડાન્સનાં ઉડ્યા ચિથરા,ટીકટોક સહિતનાં તમામ વેપાર વેચવાની ફિરાકમાં,લોકોએ શરૂ કરી બોલી લગાડવાની

|

Jul 30, 2020 | 11:22 AM

ચીનની કંપની બાઈટડાન્સને ભારત દ્વારા પછડાટ મળ્યા બાદ કંપની હવે તેનો તમામ વેપાર વેચવાની ફિરાકમાં છે. રોકાણકારોએ 50 અબજ ડોલર સુધીની બોલી પણ લગાડી છે. સૂત્રોની વાત માનીએ તો હેલો સહિત અનેક એપ પર પ્રતિબંધ પછી અમેરિકા અને જાપાનમાં પણ કાર્યવાહીની આશંકાને લઈ બાઈટડાન્સ હવે બીજા વિકલ્પો પર પણ ચર્ચા કરી રહી છે, એમાં કંપનીની […]

ભારત સાથે ટકરાઈને ચીની કંપની બાઈટડાન્સનાં ઉડ્યા ચિથરા,ટીકટોક સહિતનાં તમામ વેપાર વેચવાની ફિરાકમાં,લોકોએ શરૂ કરી બોલી લગાડવાની
http://tv9gujarati.in/bharat-sathe-tak…firak-ma-company/

Follow us on

ચીનની કંપની બાઈટડાન્સને ભારત દ્વારા પછડાટ મળ્યા બાદ કંપની હવે તેનો તમામ વેપાર વેચવાની ફિરાકમાં છે. રોકાણકારોએ 50 અબજ ડોલર સુધીની બોલી પણ લગાડી છે. સૂત્રોની વાત માનીએ તો હેલો સહિત અનેક એપ પર પ્રતિબંધ પછી અમેરિકા અને જાપાનમાં પણ કાર્યવાહીની આશંકાને લઈ બાઈટડાન્સ હવે બીજા વિકલ્પો પર પણ ચર્ચા કરી રહી છે, એમાં કંપનીની 50% કરતા વધારે હિસ્સાને વેચવા સહિત માલિકી હક્ક છોડવાનો પણ વિકલ્પ છે, જેથી કરીને ચીન સરકાર સાથે સંબંધોનાં આક્ષેપને લઈ તેના પર કોઈ આંચ ન આવે. કંપની માત્ર અમેરિકાનો પણ વેપાર પણ વેચવા માટે વિચારી શકે છે. અમેરિકાનાં વિદેશી રોકાણ સંબંધિત ડેટાને લઈ પહેલેથીજ ટિકટોક પર ચિંતા વ્યક્ત કરી છે.

સૂત્રોનું કહેવું છે કે સીક્યોઈઆ અને જનરલ એટલાન્ટિક જેવી કંપનીઓએ ટિકટોકની માલિકી હક તેમજ બે તૃત્યાંશથી વધારે હિસ્સેદારી ખરીદવાનો પ્રસ્તાવ બાઈટડાન્સની સામે રાખ્યો છે. બીજી અનેક કંપનીઓ સાથે ટિકટોકને પુરી રીતે ખરીદવાનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે. રોકાણકારોએ એક અબજ ડોલરથી 50 ગુણા વધારે બોલી લગાવી છે.બાઈટડાંસનાં અધિકારીઓએ બજાર મૂલ્યને લઈને પણ રોકાણકારો સાથે ચર્ચા કરી છે, જો કે બાઈટડાન્સનાં સંસ્થાપક અને CEO યિમિંગ ઝાંગનું વલણ મુખ્ય રેહશે. ટિકટોકનું 2021માં નફો છ અબજ ડોલર સુધી પહોચી જવાનું અનુમાન છે. આ વર્ષની શરૂઆતમાં બાઈટડાન્સનું બજારનું મૂલ્ય 140 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું પરંતુ અનેક ઝટકા બાદ તેનામાં પડતી આવી જમાવવું રહ્યું કે બાઈટડાન્સે 2017માં વિડિયો એપ મ્યૂઝિકલીને એક અબજ ડોલરમાં ખરીદી લીધું હતું પછી તેને ટીકટોકનાં રૂપમાં રીલોન્ચ કરી દીધુ હતું

ટોક્યો, જાપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદોએ પણ ટિકટોક પર પ્રતિબંધ મુકવાની માગ છે, એમનું કહેવું છે યૂઝર નાં ડેટા ચીની સરકાર સુધી પહોચી રહ્યા છે. અર્થવ્યવસ્થા મામલામાં મંત્રી અકીરા અમારીએ પાર્ટીની બેઠકમાં આ પ્રસ્તાવ મુક્યો હતો જેને સપ્ટેમ્બરમાં સરકાર સામે મુકવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ટિકટોકનાં CEO કેવિન મેયરે બુધવારે કહ્યું કે સોશિયલ મિડિયામાં પ્રતિસ્પર્ધા બનાવી રાખવા માટે બીજી ચીની એપની જરૂર છે, તેમણે એમ પણ કહ્યું કે ચીની એપ હટાવીશું તો અમેરિકાનાં જાહેરાત આપનારાઓ પાસે એકદમ ઓછા વિકલ્પ રહી જશે. મેયરનું નિવેદન એવા સમયે આવ્યું છે કે એમેઝોન, ફેસબુક, એપલ અને ગુગલનાં CEO અમેરિકાની સંસદમાં જુબાની આપવા માટે હાજર રહ્યા કે જેમના એકચક્રી શાસન સામે સવાલ ઉઠ્યા છે.

Next Article