માર્ચમાં આ તારીખો પર બંધ રહેશે બેંક, તે પહેલા પતાવી લો તમારા મહત્વના કામ

હોળી, જે ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે, તે આવવાનો છે. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના દિવસે દેશભરમાં બેંકોમાં રજા રહેશે. જો કે, આમાં કેટલાક અપવાદો છે.

માર્ચમાં આ તારીખો પર બંધ રહેશે બેંક, તે પહેલા પતાવી લો તમારા મહત્વના કામ
Bank Holidays in March
| Edited By: | Updated on: Feb 25, 2022 | 7:18 PM

હોળી (Holi), જે ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે, તે આવવાનો છે. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના દિવસે દેશભરમાં બેંકોમાં (Banks) રજા (Bank Holiday) રહેશે. જો કે, આમાં કેટલાક અપવાદો છે. 1 માર્ચે પણ મહાશિવરાત્રીના અવસર પર ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત બેંક રજાઓ રાજ્ય સરકાર દ્વારા પણ નક્કી કરવામાં આવે છે. કેટલાક રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવેલી રજાઓ હોય છે, જે દિવસોમાં બેંકો તે રાજ્યોમાં બંધ (Bank Closed) રહે છે. આ સિવાય દર મહિનાના બીજા અને ચોથા રવિવારે પણ બેંકો બંધ રહે છે.

માર્ચમાં રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

  • 1 માર્ચ (મંગળવાર): મહાશિવરાત્રીના દિવસે ગુજરાતમાં બેંકો બંધ રહેશે.
  • 3 માર્ચ (ગુરુવાર): લોસાર, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 4 માર્ચ (શુક્રવાર): છપચાર કુટ, મિઝોરમમાં બેંકો બંધ રહેશે.
  • 17 માર્ચ (ગુરુવાર): હોલિકા દહન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.
  • 18 માર્ચ (શુક્રવાર): હોળી / હોળીના બીજા દિવસે (ધૂળેટી), કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મણિપુર, ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
  • માર્ચ 19 (શનિવાર): હોળી/યાઓસંગ; ઓડિશા, મણિપુર અને બિહારમાં બેંકો બંધ રહેશે.
  • 22 માર્ચ (મંગળવાર): બિહાર દિવસ, બિહારમાં બેંકો બંધ રહેશે.

નોંધ: મહિનાના બીજા અને ચોથા સપ્તાહના અંતે પણ બેંકો બંધ રહે છે.

બેંકો ઘણા દિવસો સુધી સતત બંધ રહેશે

આ મહિના દરમિયાન બેંકો 3 માર્ચ અને 4 માર્ચના રોજ સતત બે દિવસ બંધ રહેશે. આ સિવાય 17 માર્ચ, 18 માર્ચ અને 19 માર્ચે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. તેથી જો તમારે તમારી બેંકને લગતું કોઈ કામ કરવું હોય તો, પહેલા જ પતાવી લો. આ સિવાય તમે તમારા બેંક સંબંધિત કામ પણ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. આ માટે તમારે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. કોરોના મહામારી દરમિયાન, મોટાભાગના લોકો તેમનું બેંક સંબંધિત મોટા ભાગનું કામ ઓનલાઈન કરે છે.

તમને જણાવી દઈએ કે નેટ બેન્કિંગ પર આ રજાઓની કોઈ અસર નથી. આ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સિવાય તમારે તમારા મહત્વપૂર્ણ કામ જલદીથી પૂરા કરી લો. કારણ કે રજાઓ બાદ બેંકો ખુલશે ત્યારે ભારે ભીડ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તમારું મહત્વપૂર્ણ કામ પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો :  Closing Bell : સાત દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 1328 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારો 7.76 લાખ કરોડથી થયા માલામાલ