Bank strike Breaking News : બેંકોએ ગ્રાહકોને કરી જાણ, તમારા બેંકીગ કામ પતાવી લેજો, 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંક કર્મચારીઓની છે હડતાલ

બેંક કર્મચારી યુનિયનોએ, આગામી 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે. SBI, ઈન્ડિયન બેંક અને યુનિયન બેંકે ગ્રાહકોને, તેમની બ્રાંચ સંબંધિત જરૂરી બેંકિગ કામો, હડતાળ પૂર્વે જ અગાઉથી પૂરા કરવાની સલાહ આપી છે.

| Updated on: Sep 24, 2026 | 1:48 PM
1 / 8
'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ' (UFBU) એ આગામી 28 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બેંક હડતાળનું એલાન આપ્યું છે. જેના પગલે, બેંકના વિવિધ ખાતેદારો અને ગ્રાહકોને, બેંકની બ્રાન્ચ અને કચેરીઓમાં બેંકિંગ સેવાઓ મેળવવા અંગે વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. 'યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ' (UFBU) એ વિવિધ માંગણીઓ સંદર્ભે ત્રણ દિવસ માટે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.

2 / 8
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ઈન્ડિયન બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સહિતની અનેક બેંકોએ, બેંક કર્માચારીઓની પ્રસ્તાવિત હડતાલ અંગે બેંકિગ સેવાઓ મેળવતા ગ્રાહકો અને ખાતા ધારકો માટે સૂચનાઓ જાહેર કરી છે. બેંકોએ ગ્રાહકોને વિનંતી કરી છે કે, તેઓ શાખાની મુલાકાત લેવાની જરૂર હોય તેવા કોઈપણ બેંકિગ સેવાના કામ તાત્કાલિક હડતાળ પૂર્વે જ પૂર્ણ કરી લે.

3 / 8
SBI એ જણાવ્યું હતું કે, UFBU એ 28 થી 30 સપ્ટેમ્બર સુધી હડતાલનો પ્રસ્તાવ મૂક્યો છે. બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે હડતાલ શરૂ થાય તે પહેલાં શાખાની મુલાકાત લેવાની જરૂર હોય તેવા કામો પતાવી લે. નિયમિત બેંકિંગ પ્રવૃત્તિઓ માટે, ગ્રાહકો ATM, કસ્ટમર સર્વિસ પોઈન્ટ્સ, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકે છે.

4 / 8
ઈન્ડિયન બેંકે પણ ગ્રાહકોને જાણ કરી છે કે અમુક બેંક યુનિયનોએ 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ હડતાલનો પ્રસ્તાવ મૂક્યો છે. બેંકે જણાવ્યું હતું કે જો હડતાલ થાય છે, તો ગ્રાહકો ATM, બેંકિંગ કોરસપોન્ડન્ટ સેન્ટર્સ, મોબાઈલ બેંકિંગ, UPI, ઈન્ટરનેટ બેંકિંગ અને બેંકની રાષ્ટ્રીય હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે.

5 / 8
UFBU ની હડતાલની નોટિસમાં 28 થી 30 સપ્ટેમ્બરના સમયગાળા ઉપરાંત 26 ઓક્ટોબર, 2026થી શરૂ થતી અનિશ્ચિત મુદતની હડતાલનો પણ સમાવેશ થાય છે. SBI દ્વારા કરવામાં આવેલી નિયમનકારી ફાઇલિંગ મુજબ, આ નોટિસ સાત યુનિયનો દ્વારા આપવામાં આવી હતી: AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC. બેંકે જણાવ્યું છે કે જો હડતાલ થાય તો બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે.

6 / 8
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ પણ અહેવાલ આપ્યો છે કે UFBU દ્વારા AIBOA, AIBASM અને BKSM સાથે મળીને 28-29 અને 30 સપ્ટેમ્બર માટે હડતાલની નોટિસ આપવામાં આવી છે. બેંકે જણાવ્યું છે કે જો હડતાળ આગળ વધશે, તો દેશભરમાં આવેલી તેની શાખાઓ અને વહીવટી કચેરીઓના કામકાજ પર અસર પડી શકે છે.

7 / 8
પ્રસ્તાવિત હડતાળ ત્રણ કામકાજના દિવસો દરમિયાન ચાલશે: સોમવાર, 28 સપ્ટેમ્બર; મંગળવાર, 29 સપ્ટેમ્બર; અને બુધવાર, 30 સપ્ટેમ્બર. આ પહેલાં,26 સપ્ટેમ્બરે સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર છે (જે સામાન્ય રીતે બેંકો માટે રજાનો દિવસ હોય છે) અને 27 સપ્ટેમ્બર રવિવાર છે. તેથી, બેંકની બ્રાન્ચને લગતા જરૂરી કામો ધરાવતા ગ્રાહકો સપ્તાહના અંત (વીકેન્ડ) પહેલાં. આવતીકાલ શુક્રવાર સુધીમાં કામો પૂર્ણ કરવાનું વિચારી શકે છે.

8 / 8
જોકે, બેંક હડતાળનો અર્થ એ નથી કે તમામ બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે. બેંકોએ ગ્રાહકોને રોજિંદા વ્યવહારો માટે ડિજિટલ સેવાઓ અને એટીએમ (ATMs) નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમ છતાં, ચોક્કસ સેવાઓની ઉપલબ્ધતા સંબંધિત બેંક અને હડતાળની વર્તમાન સ્થિતિ પર આધારિત હોઈ શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.