Bank Of England Hike Rates : અમેરિકા બાદ ઇંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યા, શું હવે ભારતનો વારો?

દુનિયાની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ RBI પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 3 થી 6 એપ્રિલ 2023 દરમિયાન યોજાવા જઈ રહી છે.

Bank Of England Hike Rates : અમેરિકા બાદ ઇંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યા, શું હવે ભારતનો વારો?
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:49 AM

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ પછી 24 કલાકની અંદર બેન્ક ઓફ ઈંગ્લેન્ડે લોન મોંઘી કરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરીને હવે 4.25 ટકા કર્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે લોકોને અગાઉના અંદાજ કરતાં વહેલા મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. આ આગાઉ US Fed એ વર્ષ 2022 થી સતત 9મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ સતત બીજી વખત છે જ્યારે ફેડએ માત્ર 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીની ફેડની બેઠકમાં પણ  25 બેસિસ પોઈન્ટનો વધારો થયો હતો.

આર્થિક વૃદ્ધિમાં તેજી આવશે: બેન્ક ઓફ ઈંગ્લેન્ડ

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા માટે વધુ સારા દેખાવની આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિમાં તેજી આવશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે 7-2ના ધોરણે વ્યાજ દરમાં એક ક્વાર્ટર ટકા વધારો કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બાદ વ્યાજ દર વધીને 4.25 ટકા થઈ ગયો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના હુમલા બાદ સતત 11મી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. આ પહેલા બુધવારે અમેરિકાના ફેડરલ રિઝર્વે પણ ફુગાવાને ડામવા માટે વ્યાજ દરોમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યો છે.

ચાર મહિનામાં પ્રથમ વખત બ્રિટનમાં મોંઘવારી દરમાં વધારો થયો છે જે બાદ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 10.4 ટકા થયો હતો. ગયા મહિને તે 10.1 ટકા હતો. નિષ્ણાંતોએ બ્રિટનનો ફુગાવાનો દર ફેબ્રુઆરી મહિનામાં 9.9 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં આ આંકડો અપેક્ષા કરતા ઘણો વધારે છે.

RBI માટે શું અનુમાન છે?

દુનિયાની મોટી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરી રહી છે. તેથી હવે એવું માનવામાં આવે છે કે આ RBI પોલિસી રેટમાં પણ ફેરફાર કરી શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 3 થી 6 એપ્રિલ 2023 દરમિયાન યોજાવા જઈ રહી છે. 6 એપ્રિલે RBI ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરશે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે RBI રેપો રેટ વધારી શકે છે.

Published On - 6:50 am, Fri, 24 March 23