Bank Locker Rules: વર્ષ 2023 થી તમારા બેંક લોકરનો આ નિયમ બદલાઈ જશે, જાણો શું થશે ફેરફાર

|

Dec 24, 2022 | 7:05 AM

આરબીઆઈના નવા નિયમો અનુસાર, જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલી સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંકે તેની ચૂકવણી કરવી પડશે. જે જગ્યામાં સેફ ડિપોઝીટ વોલ્ટ રાખવામાં આવ્યા છે તેની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની જવાબદારી બેંકોની છે.

Bank Locker Rules: વર્ષ 2023 થી તમારા બેંક લોકરનો આ નિયમ બદલાઈ જશે, જાણો શું થશે ફેરફાર
Bank Locker

Follow us on

જો તમે પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા લોકર ભાડે રાખવાનું વિચારી રહ્યા છો તો તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લોકર નિયમો વિશે જાણવું જોઈએ.  1 જાન્યુઆરી, 2023 ના રોજ નવા વર્ષની શરૂઆત સાથે રિઝર્વ બેંક લોકર્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ લાગુ થયા બાદ બેંકો લોકર અંગે ગ્રાહકો સાથે મનમાની કરી શકશે નહીં. જો લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થશે તો તેની જવાબદારી હવે બેંકની રહેશે. આ સિવાય હવે ગ્રાહકોએ 31 ડિસેમ્બર સુધી બેંક સાથે કરાર કરવા પડશે. આના દ્વારા ગ્રાહકોએ બેંકને એસએમએસ અને અન્ય માધ્યમથી લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.

રિન્યુઅલ માટે એગ્રીમેન્ટ કરવું પડશે

લોકર ધારકોએ નવા લોકર કરાર માટે પાત્રતા દર્શાવવી પડશે અને 1 જાન્યુઆરી, 2023 પહેલા રીન્યુઅલ માટે કરાર કરવો પડશે. પંજાબ નેશનલ બેંક (PNB) જેવી બેંકો પણ ગ્રાહકોને લોકર કરાર વિશે એલર્ટ SMS મોકલી રહી છે. PNB દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે ‘RBIની ગાઈડલાઈન મુજબ, નવો લોકર એગ્રીમેન્ટ 31 ડિસેમ્બર 2022 પહેલા એક્ઝિક્યુટ કરવાનો છે.’

બેંક વળતર આપશે

આરબીઆઈના નવા નિયમો અનુસાર, જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલી સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંકે તેની ચૂકવણી કરવી પડશે. જે જગ્યામાં સેફ ડિપોઝીટ વોલ્ટ રાખવામાં આવ્યા છે તેની સુરક્ષા માટે તમામ પગલાં લેવાની જવાબદારી બેંકોની છે. જો નુકસાન બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીથી થાય છે તો બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની હશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

આ પરિસ્થિતિઓમાં વળતર નહીં મળે

ગ્રાહકની ભૂલ અથવા બેદરકારીને લીધે, ભૂકંપ, પૂર, વીજળી, તોફાન વગેરે જેવી કુદરતી આફતોને કારણે લોકરની સામગ્રીને થયેલા કોઈપણ નુકસાન માટે બેંક જવાબદાર રહેશે નહીં.

લોકર કોણ લઈ શકે?

બેંક તેના ગ્રાહકોને લોકરની સુવિધા પૂરી પાડે છે. બીજી તરફ જો આરબીઆઈના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈપણ ગ્રાહક બેંકમાં ખાતું ખોલાવ્યા વિના પણ લોકરની સુવિધાનો લાભ લઈ શકે છે.  ઘણી બેંકો લોકોને લોકર ભાડા અને અન્ય ચાર્જીસ માટે સિક્યોરિટી ચાર્જીસ માંગે છે અને તેમની બેંકમાં ખાતું ખોલાવ્યા વગર લોકર આપવામાં પણ ખચકાટ અનુભવે છે.

Next Article