Bank Locker Rules : બેંક લોકરમાં પૈસા મુક્યા છે? રહેજો સાવધાન! શું RBI ના આ નિયમની તમને જાણ છે?

|

Feb 14, 2023 | 9:52 AM

Bank Locker Rules : જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખેલો સામાન ખરાબ થઈ જાય તો બેંકે વળતર ચૂકવવું પડશે. બેંકના કર્મચારીની છેતરપિંડીથી નુકસાન થાય તો પણ બેંક ભરપાઈ કરશે. આ વળતર લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું હશે.

Bank Locker Rules : બેંક લોકરમાં પૈસા મુક્યા છે? રહેજો સાવધાન! શું RBI ના આ નિયમની તમને જાણ છે?
Bank Locker Rules

Follow us on

Bank Locker Rules : જો તમે પણ કોઈ બેંકમાં લોકર લીધું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આમતો તમે તમારી કિંમતી વસ્તુઓને લોકરમાં રાખો છો જેથી તે સુરક્ષિત રહે, પરંતુ ધારો  કે લોકરમાં પડેલી તમારી ચીજવસ્તુઓ ખરાબ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે? રાજસ્થાનમાં PNB બેંકના લોકરની ઘટના બાદથી લાખો લોકોને આ પ્રશ્ન પરેશાન કરી રહ્યો છે. શું આવી સ્થિતિમાં બેંકની કોઈ જવાબદારી બને છે? ક્યાં સંજોગોમાં બેંક  તમારા કિંમતી સામાનની શું જવાબદારી લે છે ? અને ક્યાં સંજોગોમાં હાથ ઉપર કરી શકે છે.આવો જાણીએ શું કહે છે RBIનો નિયમ…

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી, 2023થી દેશમાં લોકરના નવા નિયમો લાગુ થઈ ગયા છે. આ નિયમોમાં ગ્રાહકોના લોકરમાં રાખવામાં આવેલા સામાનની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. નવા નિયમો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરીથી વર્તમાન લોકર ગ્રાહકો સાથે લોકર એગ્રીમેન્ટ રિન્યૂ કરવા જણાવ્યું હતું. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકો એ સુનિશ્ચિત કરશે કે તેમના લોકર કરારમાં કોઈ અયોગ્ય નિયમો અથવા શરતો નથી. ઉપરાંત, લોકર એગ્રીમેન્ટ વધારે પડતું ન હોવું જોઈએ. હવે ચાલો જાણીએ કે આ નિયમો શું છે.

વળતર ચૂકવવું પડશે

જો બેંકની બેદરકારીને કારણે લોકરની સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંક તમને તેની ભરપાઈ કરશે. આરબીઆઈના નવા નિયમો અનુસાર લોકર અને બેંક પરિસરની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની જવાબદારી બેંકોની છે. ઉપરાંત, બેંકે ખાતરી આપવી પડશે કે આગ, ચોરી, લૂંટ કે મકાન ધરાશાયી થવા જેવી ઘટનાઓ તેમની પોતાની બેદરકારી કે ક્ષતિને કારણે બનતી નથી. બીજી બાજુ, જો લોકરની સામગ્રીને ભૂકંપ, વીજળી, તોફાન અથવા પૂર વગેરે જેવી કુદરતી આફતોને કારણે નુકસાન થાય છે, તો બેંક તમને વળતર આપવા માટે બંધાયેલો રહેશે નહીં.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વાર્ષિક ભાડાના 100 ગણા સુધી વળતર

જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખેલો સામાન ખરાબ થઈ જાય તો બેંકે વળતર ચૂકવવું પડશે. બેંકના કર્મચારીની છેતરપિંડીથી નુકસાન થાય તો પણ બેંક ભરપાઈ કરશે. આ વળતર લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું હશે.

જો તેને ઉધઈ લાગે તો શું થશે?

જો લોકરમાં રાખેલા સામાનમાં ઉધઈ મળી આવે તો તે બેંકની બેદરકારી સાબિત થશે. આવી સ્થિતિમાં બેંકને નુકસાન માટે વળતર ચૂકવવું પડી શકે છે.

Published On - 9:51 am, Tue, 14 February 23

Next Article