
જો તમે અગત્યના કામોની યાદી બનાવી રહ્યા છો અથવા સપ્ટેમ્બરમાં ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા બેંકની રજાઓ(Bank Holidays)ની યાદી તપાસી લો. ડીજીટલ દુનિયામાં ઘર બેઠા ઘણુ બધુ કામ થાય છે પરંતુ ઘણા એવા કામ છે જેના માટે બેંકમાં જવું પડે છે. ઘણા લોકો બેંક રજાઓ વિશે અપડેટ રાખતા નથી જેઓ મુશ્કેલીમાં પડી જાય છે. તેથી બેંકની રજાઓ વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બેંકો લગભગ 13 દિવસ બંધ (Bank Holidays in September 2022) રહેશે. ઓગસ્ટમાં પણ બાકીના દિવસોમા બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. ઉદાહરણ તરીકે ચોથો શનિવાર 27મી ઓગસ્ટે અને બીજા દિવસે 28મી ઓગસ્ટે રવિવાર છે. ત્યારબાદ બીજા દિવસે 29મી ઓગસ્ટે શ્રીમંત સંકરદેવ તિથિ છે. ગુવાહાટીમાં આ દિવસે બેંકો બંધ રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેંકો મહિનાના છેલ્લા દિવસે 31મી ઓગસ્ટે બંધ રહેશે.
દેશમાં રાજ્ય પ્રમાણે રજાઓ હોય છે. ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર સહિત 18 દિવસ તો સપ્ટેમ્બરમાં 13 દિવસ બેંકમાં રજાઓ છે.
સપ્ટેમ્બર મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે પરંતુ આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગની કામગીરીને કોઈ અસર થશે નહીં. આનો અર્થ એ છે કે ગ્રાહકોને ડિજિટલ બેંકિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેઓ રાબેતા મુજબ ફંડ ટ્રાન્સફર સહિતના કામ સરળતાથી કરી શકશે.