Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

|

Aug 29, 2021 | 2:43 PM

RBI એ જાહેર કરેલી તમામ 12 રજાઓ ગુજરાતમાં લાગુ પડશે નહિ ગુજરાતમાં ચાર રવિવાર , બીજો અને ચોથો શનિવાર ઉપરાંત ગણેશ ચતુર્થીની રજા રહેશે. આમ ગુજરાતમાં બેન્ક ૭ દિવસ બંધ રહેશે 

સમાચાર સાંભળો
Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
file image of bank

Follow us on

Bank holidays in September 2021: આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવીશું કે સપ્ટેમ્બર, 2021 માં કઈ તારીખે (Bank holidays in September 2021) બેંકોમાં રજા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ તારીખે બેંકો બંધ રહેશે
5 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
8 સપ્ટેમ્બર, 2021: આ દિવસ શ્રીમંત સાંકરદેવ તિથિ હોવાને કારણે કેટલાકસ શહેરમાં બેંકોમાં રજા રહેશે.
9 સપ્ટેમ્બર, 2021: તીજના કારણે ઘણી જગ્યાએ બેંકોમાં રજા રહેશે.
10 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ગણેશ ચતુર્થી છે. આ તહેવારને કારણે ગુજરાત સહીત અન્ય રાજ્યમાં બેંકમાં રજા રહેશે.

11 સપ્ટેમ્બર, 2021: આ દિવસ બીજો શનિવાર હોવાથી, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
12 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે.
17 સપ્ટેમ્બર, 2021: કર્મા પૂજાને કારણે આ દિવસે બેંક કેટલાક રાજ્યમાં રજા રહેશે.
19 સપ્ટેમ્બર, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.

20 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ઇન્દ્ર જાત્રા હોવાને કારણે બેંકમાં રજા રહેશે.જકે દરેજ જગ્યાએ આ રજા નથી
21 સપ્ટેમ્બર, 2021: આ દિવસ નારાયણ ગુરુ સમાધિ દિવસ હોવાને કારણે બેંકમાં કેટલાક રાજ્યમાં રજા રહેશે.
25 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.
26 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

ગુજરાતમાં આ રજાઓ મળશે
RBI એ જાહેર કરેલી તમામ 12 રજાઓ ગુજરાતમાં લાગુ પડશે નહિ ગુજરાતમાં ચાર રવિવાર , બીજો અને ચોથો શનિવાર ઉપરાંત ગણેશ ચતુર્થીની રજા રહેશે. આમ ગુજરાતમાં બેન્ક ૭ દિવસ બંધ રહેશે

જરૂરી નથી કે તમામ બેંકો 12 દિવસ માટે બંધ રહે!
આ રજા સમસ્યા ન આવે તે માટે આ તારીખોને ધ્યાનમાં રાખો, નહીં તો તમારા બેંક સંબંધિત કામ અટવાઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે લગભગ તમામ બેન્કો તેમના ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની સુવિધા પૂરી પાડે છે. આ સાથે, ગ્રાહકોનું મોટાભાગનું બેંકિંગ સંબંધિત કામ ઘરે બેસીને પૂર્ણ થાય છે.

જો કે ઘણા ગ્રાહકો ડિજિટલ ફ્રેન્ડલી નથી અને તેમના કામ માટે બેંક શાખાઓ પર આધાર રાખે છે. ડિજિટલી સ્માર્ટ ગ્રાહકોએ ચેક ક્લિયરન્સ, લોન, ડીડી જેવી કેટલીક સેવાઓ માટે બેંક શાખાની મુલાકાત લેવી પડે છે જ્યારે તમે બેંક માટે ઘરેથી નીકળો ત્યારે તમારે જાણવું જોઈએ કે તે દિવસે બેંક ખુલ્લી છે કે નહીં. આ માટે તમારે બેંક રજાઓ વિશે જાણવું જોઈએ.

 

 આ પણ વાંચો :  તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે ! જાણો કેમ ?

 

આ પણ વાંચો :  સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

Next Article