
દેશમાં તહેવારો સાથે નવેમ્બરની શરૂઆત થઈ રહી છે. આ સ્થિતિમાં મોટાભાગના વિભાગોમાં રજા રહેશે. આ સંબંધમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક રજાઓ (Bank Holidays in November 2021) ની યાદી પણ બહાર પાડી છે.
નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી , ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકોમાં સામાન્ય કામકાજ થશે નહીં. જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકોમાં એકસાથે રહેશે નહીં. કેટલાક રાજ્યોમાં ત્યાં ઉજવાતા તહેવારો અને ઉજવણીના આધારે વધારાની રજાઓ હશે. જણાવી દઈએ કે RBI દર મહિને રજાઓની સંપૂર્ણ યાદી જાહેર કરે છે. ચાલો જાણીએ કે કયા રાજ્યમાં બેંકો ક્યારે બંધ રહેશે.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 11 દિવસની રજા
જો બેંકના ગ્રાહકોએ બ્રાન્ચ સાથે સંબંધિત જરૂરી કામ પતાવવું હોય તો આ મહિનામાં જ પતાવટ કરી લેવું જોઈએ. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે.
એક નજર રજનોની યાદી ઉપર કરો
નોંધ- આ રજાઓ દરેક રાજ્ય અનુસાર બદલાઈ શકે છે.
આ પણ વાંચો : IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર
આ પણ વાંચો : Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર
Published On - 7:47 am, Tue, 26 October 21