
Bank Holidays in March 2023 : ફેબ્રુઆરી મહિનો લગભગ પૂરો થઈ ગયો છે. ગણતરીના દિવસોમાં માર્ચ 2023 શરૂ થવાનો છે. જો તમે માર્ચ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. હોળી , ચૈત્ર નવરાત્રી જેવા મોટા તહેવારો માર્ચમાં આવી રહ્યા છે. આ કારણે બેંકોમાં રજાઓ રહેશે.માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે.તેથી જ તમે આ રજાઓને ધ્યાનમાં રાખીને તમે તે દિવસના આગળ અને પાછળ તમારા બેંકિંગ કામ સાથે વ્યવહાર કરી શકો છો.
દર મહિને ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક રજાઓ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવે છે. રજાઓની યાદી અનુસાર માર્ચ 2023માં બેંકો 12 દિવસ બંધ રહેશે. જો કે, તેમાં સાપ્તાહિક રજાઓ બીજો અને ચોથો શનિવાર તથા રવિવારનો પણ સમાવેશ થાય છે. તમારે માર્ચમાં બેંક રજાઓની યાદી એકવાર તપાસવી જોઈએ જેથી તમને પાછળથી કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડે નહીં.
હિન્દુઓ માટેના મોટા તહેવારોમાં હોળી અને ચૈત્ર નવરાત્રી માર્ચ મહિનામાં આવે છે. આ બંને તહેવારો સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેલુગુ નવું વર્ષ, ગુડી પડવા, રામ નવમી જેવા અન્ય તહેવારો પણ આ મહિનામાંજ છે. તેમજ માર્ચ મહિનામાં શનિવાર અને રવિવારે 6 દિવસ બેંકમાં રજા રહેશે.
જો તમને બેંકની રજાના દિવસે પૈસાની જરૂર હોય તો તમે બેંક એટીએમનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તમારા પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ માટે તમે UPIની મદદ પણ લઈ શકો છો.
Published On - 7:06 am, Tue, 28 February 23