
Bank Holidays in August 2022 : ઓગસ્ટ મહિનાને તહેવારોના મહિના તરીકે ઓળખાય છે. ઓગસ્ટમાં રક્ષાબંધન (Rakshabandhan), જન્માષ્ટમી (Janmashtami), ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) અને પારસી નવું વર્ષ તેમજ સ્વતંત્રતા દિવસ (Independence Day) જેવા મોટા તહેવારો આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટ મહિનાની રજાઓની યાદી જાહેર કરી છે. આગામી મહિનામાં શનિવાર અને રવિવારની રજાઓ સહિત 17 દિવસ બેંકો બંધ રહેશે. જો તમારી પાસે ઓગસ્ટમાં બેંકને લગતું કોઈ કામ હોય તો રજાઓની માહિતી ચોક્કસજાણી લેવી જોઈએ. એવું ન થાય કે જે દિવસે તમે બેંકમાં જાઓ છો તે દિવસે બેંક બંધ હોય અને તમારે કોઈ કામ વિના પાછા ફરવું પડે.
આ બધી રજાઓ તમામ રાજ્યોમાં એકસાથે લાગુ થશે નહીં. RBI (Bank Holidays List 2022) ની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર બેંકિંગ રજાઓ પણ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં વિશેષ પ્રસંગોની સૂચના પર આધારિત છે. તેથી એવું નથી કે આખા દેશમાં ઓગસ્ટ મહિનામાં 17 દિવસ બેંકો કામ કરશે નહીં.
Bank Holidays in August 2022 ની યાદી આ મુજબ છે
RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 17 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.