Bank Holidays :હોળી પહેલા બેંકમાં જવાનું પ્લાન કરતા પહેલા તપાસી લો આ લિસ્ટ નહીંતર ધક્કો ખાવો પડશે

|

Mar 14, 2022 | 7:29 AM

Bank Holidays List: આવતા અઠવાડિયે બેંક સતત 4 દિવસ કામ કરશે નહીં. જોકે રાહત એ છે કે રજાઓ ક્ષેત્ર અનુસાર અલગ - અલગ હોઈ શકે છે. હોળીના કારણે બેંકોમાં રજા રહેશે.

Bank Holidays :હોળી પહેલા બેંકમાં જવાનું પ્લાન કરતા પહેલા તપાસી લો આ લિસ્ટ નહીંતર ધક્કો ખાવો પડશે
Bank Holidays in March

Follow us on

Bank Holidays: માર્ચ મહિનામાં મહત્વના તહેવાર આવે છે, તેથી જો તમે બેંકમાં જવાનું વિચારતા હોય તો તમારે તે પહેલાં (Bank Holidays in March)રજાઓની યાદી તપાસવી પડશે. આવતા અઠવાડિયે બેંક સતત 4 દિવસ કામ કરશે નહીં. જોકે રાહત એ છે કે રજાઓ ક્ષેત્ર અનુસાર અલગ – અલગ હોઈ શકે છે. હોળીના કારણે બેંકોમાં રજા રહેશે. આવો તમને જણાવીએ કે કયા દિવસે કયા શહેરની બેંકો બંધ રહેશે. રાહતની બાબત એ છે કે  ગ્રાહકો રજાના સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

RBIએ રજાઓની યાદી જાહેર કરી

બેંકિંગ રજાઓની યાદી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. આરબીઆઈ વર્ષની શરૂઆતમાં બેંકિંગ રજાઓની યાદી જાહેર કરી છે. આમાં રાજ્ય અનુસાર રજાઓનો સમાવેશ થાય છે.

માર્ચમાં કુલ 13 દિવસની રજાઓ હતી

તમને જણાવી દઈએ કે બેંકમાં માર્ચ મહિનામાં 4 રવિવાર સહિત કુલ 13 દિવસની રજા હતી. ઉપરાંત આ રજાઓની યાદી રાજ્ય અનુસાર રહે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જાણો કયા દિવસે કયા શહેરમાં કઈ બેંક બંધ રહેશે

  • 17 માર્ચ – (હોલિકા દહન) – દેહરાદૂન, કાનપુર, લખનૌ અને રાંચીમાં બેંકો કામ કરશે નહીં.
  • 18 માર્ચ – (હોળી / ધૂળેટી / ડોલ જાત્રા) – ગુજરાત , બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ રહેશે.
  • 19 માર્ચ – (હોળી / યાઓસાંગનો બીજો દિવસ) – ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બેંકો બંધ રહેશે.
  • 20 માર્ચ – રવિવાર (સાપ્તાહિક રજા) ના કારણે તમામ શહેરોમાં બેંકો બંધ રહેશે.

રજાની યાદી તપાસી કામનું પ્લાનિંગ કરવું જોઈએ

RBIની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલ Bank Holidays List 2022 મુજબબીજા અને ચોથા શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા રહેશે. એકંદરે બેંકો આવતા મહિને 13 દિવસ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે ગ્રાહકો આ સમય દરમિયાન ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રજાઓ હોય છે. માર્ચ મહિનામાં આવતી કેટલીક રજાઓ અથવા તહેવારો ચોક્કસ રાજ્ય કે પ્રદેશ સાથે સંબંધિત હોય છે. તેથી દરેક રાજ્યમાં બેંક રજાઓ અલગ અલગ હોઈ શકે છે. રજાઓની યાદી જોતા જ તમારે બેંક જવાનો પ્લાન બનાવવો જોઈએ.

આ પણ વાંચો : PF Interest Rate: હોળી પહેલા કેન્દ્ર સરકારનો કર્મચારીઓને ઝટકો, EPFOએ PFના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ દર

આ પણ વાંચો : LIC Policy Fact check: સોશિયલ મીડિયામાં વાઇરલ LIC Kanyadan Policy ની હકીકત શું છે? જાણો LIC નો જવાબ

Next Article