Bank Holiday
જો તમારે ઓક્ટોબર મહિનાના બાકીના દિવસોમાં બેંકને લગતું કોઈ કામ પૂરું કરવાનું હોય, તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તહેવારોની મોસમ શરૂ થવાને કારણે, ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં ખાસ કરીને 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, 2026 દરમિયાન દેશના વિવિધ ભાગોમાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે.
દુર્ગા પૂજા, વિજયાદશમી, લક્ષ્મી પૂજા અને કરવા ચોથ જેવા મુખ્ય તહેવારોને કારણે, વિવિધ રાજ્યોમાં બેંકોમાં ઘણી રજાઓ રહેશે. આગામી 15 દિવસોમાં કયા દિવસે બેંકો બંધ રહેશે તેનું સમયપત્રક અહીં આપવામાં આવ્યું છે, જેથી તમે અગાઉથી તમારી બેંક મુલાકાતનું આયોજન કરી શકો.
15 થી 30 ઓક્ટોબર,2026: બેંકની રજાઓની સંપૂર્ણ યાદી
- 17 ઓક્ટોબર (શનિવાર): મહા સપ્તમી – માત્ર અગરતલામાં બેંકો બંધ રહેશે (નોંધ: બાકીના ભારતમાં આ મહિનાનો ત્રીજો શનિવાર છે, તેથી ત્યાં બેંકો ખુલ્લી રહેશે).
- 18 ઓક્ટોબર (રવિવાર): સાપ્તાહિક રજા સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 19 ઓક્ટોબર (સોમવાર): મહા નવમી / આયુધ પૂજા – અગરતલા, આઈઝોલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, ઈમ્ફાલ, ઈટાનગર, કોહિમા, કોલકાતા, પટના, રાંચી અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
- 20 ઓક્ટોબર (મંગળવાર): વિજયાદશમી / દશેરા દેશના મોટાભાગના વિસ્તારોમાં (ગંગટોક અને ઈમ્ફાલ સિવાય) બેંકો બંધ રહેશે.
- 21 ઓક્ટોબર (બુધવાર): દુર્ગા પૂજા / વિજયાદશમી અગરતલા, બેંગલુરુ, ગુજરાત, ગંગટોક, ગુવાહાટી, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
- 22–23 ઓક્ટોબર (ગુરુવાર – શુક્રવાર): દુર્ગા પૂજા (સિક્કિમ)
- 24 ઓક્ટોબર (શનિવાર): ચોથો શનિવાર – સમગ્ર દેશમાં બેંકની રજા રહેશે.
- 25- રવિવારની રજા
- 26 ઓક્ટોબર (સોમવાર): લક્ષ્મી પૂજા / એક્સેસન ડે (જોડાણ દિવસ) / વાલ્મીકિ જયંતિ – અગરતલા, ચંદીગઢ, જમ્મુ, શિમલા અને શ્રીનગરમાં લાગુ.
- 29 ઓક્ટોબર (ગુરુવાર): કરવા ચોથ માત્ર શિમલામાં સ્થાનિક રજા.
ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સલાહ
તહેવારોની આ મોસમમાં સતત આવતી રજાઓને કારણે બેંક શાખાઓના કામકાજ પર અસર પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે બેંક શાખાઓ બંધ હોવા છતાં, ઓનલાઇન બેંકિંગ, UPI, મોબાઈલ બેંકિંગ અને ATM સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રહેશે. તેથી, રોકડ ઉપાડવા અથવા નાણાકીય વ્યવહારો કરવા જેવા જરૂરી કામો ડિજિટલ માધ્યમો દ્વારા સરળતાથી કરી શકાશે.
Gold-Silver Rate Today : નવરાત્રીના 5મા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો! 22 કેરેટ સોનું ₹1.36 લાખની નજીક પહોંચ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો