Banana Price: શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો, કેળાના ભાવ પહોંચ્યા 100 રૂપિયાને પાર

|

Aug 15, 2023 | 7:30 PM

હાલ તમામ શાકભાજીના ભાવ આસમાને છે. ત્યારબાદ હવે ફળોમાં કેળાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કેળાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા છે. કેળાના ભાવમાં વધારો થવાનું કારણ માગ અને પુરવઠામાં વધઘટ હોવાનું માનવામાં આવે છે.

Banana Price: શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો, કેળાના ભાવ પહોંચ્યા 100 રૂપિયાને પાર
Banana Price

Follow us on

દેશમાં હાલ તમામ શાકભાજીના ભાવ (Vegetables Price) આસમાને છે. ત્યારબાદ હવે ફળોમાં કેળાના ભાવમાં (Banana Price) વધારો જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં કેળાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા છે. કેળાના ભાવમાં વધારો થવાનું કારણ માગ અને પુરવઠામાં વધઘટ હોવાનું માનવામાં આવે છે. બેંગલુરુમાં કેળા મોટાભાગે તમિલનાડુથી આવે છે. બેંગલુરુ APMC સેક્રેટરી, રાજન્નાએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે શહેરના વપરાશમાં માગ અને પુરવઠા વચ્ચે સંતુલન વધઘટ થાય છે.

માગ સામે પુરવઠામાં થયો ઘટાડો

હાલમાં તમિલનાડુમાંથી પુરવઠો ઘણો ઓછો છે. લગભગ 30 દિવસ પહેલા, બિન્નીપેટ માર્કેટમાં 1,500 ક્વિન્ટલ એલ્લાક્કીબેલ જાતો મળી આવી હતી. જેની સંખ્યા અત્યારે ઘટીને 1000 ક્વિન્ટલ થઈ ગઈ છે. બેંગલુરુ APMC મુજબ, શહેરનું સપ્લાય નેટવર્ક તુમાકુરુ, રામનગરા, ચિક્કાબલ્લાપુરા, અનેકલ અને બેંગલુરુ ગ્રામીણ સુધી પણ વિસ્તરેલ છે.

છૂટક કિંમતોમાં 100 રૂપિયાનો વધારો

રાજન્નાએ કહ્યું કે તમિલનાડુ તેનો પુરવઠો હોસુર અને કૃષ્ણગિરીથી કરે છે. આંતરરાજ્ય પુરવઠામાં વિક્ષેપને કારણે, ઇલાક્કી કેળાના જથ્થાબંધ ભાવ હાલમાં 78 રૂપિયા પ્રતિ કિલો છે. પરિવહન અને માર્કેટિંગ ખર્ચને ધ્યાનમાં લેતા, છૂટક ભાવ 100 રૂપિયા જેટલો થયો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

થોડા દિવસોમાં ભાવમાં વધારો થશે

ઓણમ, ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા જેવા તહેવારો નજીક આવે છે તેમ કેળાની માગ વધે છે. કેળાની દુકાનના માલિકે કહ્યું કે, અમારો પુરવઠો કર્ણાટકના વિવિધ ભાગોમાંથી આવે છે, જેમાં શિવમોગા મુખ્ય છે. જેમ તહેવારો નજીક આવે છે તેમ માગ ઉત્પાદન કરતા વધારે વધી જાય છે. સ્ટોક રિફિલ કરવાનો પડકાર છે અને અમે થોડા દિવસોમાં ભાવમાં વધારાની અપેક્ષા રાખીએ છીએ.

આ પણ વાંચો : PM મોદી બાદ SBIએ પણ મારી મંજૂરીની મહોર, દેશની દરેક વ્યક્તિની આવક 14.9 લાખ રૂપિયા થશે, વાંચો કઈ રીતે

વચેટિયા અને વેપારીઓ ભાવ વધારાનું કારણ હોઈ શકે

ખેડૂતો પાસેથી મળેલી માહિતી સૂચવે છે કે વચેટિયા અને વેપારીઓ આ વધારાનું કારણ હોઈ શકે છે. કોડાગુ કેળાના ઉત્પાદકે જણાવ્યું હતું કે બેંગલુરુના પડોશી જિલ્લાઓ જેવા કે કોડાગુ, મૈસુર અને હસનમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન હોવા છતાં, કેળા શહેરમાં યોગ્ય રીતે પહોંચી શકતા નથી. અમે પરિવહન માટે પ્રતિ કિલો 25 રૂપિયા ચૂકવીએ છીએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article