BABA RAMDEV નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો

|

Oct 01, 2021 | 8:00 AM

એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રુચી સોયા સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ નિવેદનથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી નારાજ છે.

BABA RAMDEV  નિવેદને RUCHI SOYA ની મુશ્કેલીઓ વધારી, SEBI ને આપવો પડશે જવાબ , જાણો શું છે મામલો
BABA RAMDEV

Follow us on

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurveda)ના સ્થાપક બાબા રામદેવ(BABA RAMDEV) સામે નારાજગી વ્યક્ત કરી છે. SEBIએ પતંજલિની પેટાકંપની રૂચી સોયા(RUCHI SOYA)ને પૂછ્યું છે કે બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કેમ કર્યું છે? એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રુચી સોયા સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ નિવેદનથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી નારાજ છે. આ પછી સેબીએ રૂચી સોયાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

વીડિયો ક્લિપના આધારે સ્પષ્ટતા માગી
SEBI એ મોકલેલા પત્રમાં રૂચી સોયા પાસેથી વેપારના નિયમોના કથિત ઉલ્લંઘન, છેતરપિંડી અટકાવવા, ખોટી વેપાર પદ્ધતિઓ અને રોકાણ સલાહકાર નિયમો અંગે સ્પષ્ટતા માંગી છે. સાથોસાથ સેબીએ બેન્કરો અને રૂચી સોયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (Ruchi Soya FPO)સંભાળતી ટીમને બાબા રામદેવના નિવેદનો પર સ્પષ્ટતા કરવા કહ્યું છે. બેન્કર્સ અને કમ્પ્લાયન્સ ટીમે આ અંગે જવાબ મોકલ્યો છે. રામદેવની વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ સેબીએ આ પગલું ભર્યું છે. આ વીડિયોમાં રામદેવ લોકોને યોગ સત્ર દરમિયાન રૂચી સોયા શેરમાં રોકાણ કરવા માટે કહી રહ્યા છે.

કેમ થયો વિવાદ?
પતંજલિ આયુર્વેદે બે વર્ષ પહેલા ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાં રૂચી સોયા ખરીદી હતી. રુચિ સોયા અથવા પતંજલિ આયુર્વેદમાં રામદેવનો કોઈ અંગત હિસ્સો નથી પરંતુ તે આ બંને કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રૂચી સોયાના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ અર્થમાં તે કાનૂનીરીતે ઇન્સાઇડર બની જાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

RUCHI SOYA નો FPO લાવી રહ્યા છે બાબા રામદેવ
FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે.રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે.રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુતમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

2019 માં રૂચી સોયા ખરીદી હતી
2019 માં રૂચિ સોયાને નાદારી પ્રક્રિયા હેઠળ રૂ 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. રૂચી સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ધ કરવા અને સોયા ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. મહાકોષ સનરિચ, રૂચી ગોલ્ડ અને ન્યુટ્રેલા કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ છે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પણ ન મળી રાહત, જાણો શું છે એક લીટર પેટ્રોલ – ડીઝલની લેટેસ્ટ કિંમત

 

આ પણ વાંચો : તમને સ્પર્શતા બદલાઈ રહયા છે આ 5 નિયમ, ફેરફાર ધ્યાનમાં રાખજો નહીંતર પડશો મુશ્કેલીમાં

Next Article