AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : આજે પણ ન મળી રાહત, જાણો શું છે એક લીટર પેટ્રોલ – ડીઝલની લેટેસ્ટ કિંમત

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.85 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.49 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આજે પણ ન મળી રાહત, જાણો શું છે એક લીટર પેટ્રોલ - ડીઝલની લેટેસ્ટ કિંમત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 7:35 AM
Share

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(Petrol-diesel price today)માં સતત થઇ રહેલા વધારા પર આખરે બ્રેક ક્યારે લાગશે તે પ્રાશ આમ આદમીના મનમાં ઉઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે  દેશની મોટી કંપનીઓHPCL, BPCL અને IOC એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. IOC વેબસાઇટ પર આપવામાં આવેલા લેટેસ્ટ રેટ અનુસાર દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 101.89 રૂપિયા છે તેમજ ડીઝલના ભાવ પણ 90.17 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરે છે. નવા દરો માટે તમે વેબસાઇટની મુલાકાત લઈને માહિતી મેળવી શકો છો. તે જ સમયે, તમે મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા દર પણ ચકાસી શકો છો.

સરકારી તેલ કંપનીઓએ ફરી એક વખત સામાન્ય માણસને આંચકો આપ્યો છે. આજે સતત પણ પેટ્રોલ ડીઝલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયુંછે તો પેટ્રોલ 102 રૂપિયાની નજીક પહોંચી ગયું હતું. તમને જણાવી દઈએ કે આ સમયે દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દર ઓલટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે.

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.85 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.49 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.89 90.17
Mumbai 107.95 97.84
Chennai 99.58 94.77
Kolkata 102.47 93.27

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">