
બદલાતા સમય સાથે પાન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ(Aadhaar Card)ની ઉપયોગિતા ખૂબ જ ઝડપથી વધવા લાગી છે. કોઈપણ નાણાકીય કામના સમાધાન માટે PAN અને આધાર કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ હેતુઓ માટે થાય છે જેમ કે બેંક ખાતું ખોલવું, મિલકત ખરીદવી, જ્વેલરી ખરીદવી જ્યારે પણ આપણે બેંકમાંથી લોન લેવા જઈએ છીએ ત્યારે બેંક પહેલા અમારા પાન કાર્ડ દ્વારા આપણો CIBIL સ્કોર ચેક કરે છે. વેરિફિકેશનના કાર્યો પૂર્ણ કરવા માટે PAN કાર્ડનો ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે. પાન કાર્ડના વધતા ઉપયોગ સાથે તેની સાથે જોડાયેલ છેતરપિંડીની ઘટનાઓ વધી છે. આવકવેરા વિભાગ લોકોને તેમના PAN ડેટાને સુરક્ષિત રાખવા સલાહ આપી છે કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે.
તાજેતરમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે છેતરપિંડી કરનારાઓએ લોકોના પાન કાર્ડની વિગતો ચોરી કરી અને તેમના લોકોના નામે લોન લીધી હતી. વિચાર્યા વિના પાન કાર્ડની વિગતો કોઈની સાથે શેર ન કરવીજોઈએ. જો કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે લોન લીધી છે તો તેની જવાબદારી પણ તમારી જ રહેશે. જો તમે આ લોન સમયસર નહીં ચૂકવો તો તમારો ક્રેડિટ સ્કોર પણ બગડી શકે છે.
નિષ્ણાતો PAN કાર્ડ ધારકોને સમયાંતરે CIBIL સ્કોર તપાસવાની સલાહ આપતા રહે છે. આ દર્શાવે છે કે અન્ય કોઈ વ્યક્તિએ તમારા નામે લોન લીધી નથી. જો તમે તમારો CIBIL સ્કોર તપાસવા માંગતા હોય તો તમે તેને વિવિધ એપ્સ અથવા વેબસાઈટ જેમ કે CIBIL, Equifax, Paytm વગેરે દ્વારા ચેક કરી શકો છો. CIBIL ની વેબસાઇટ દ્વારા PAN કાર્ડનો ક્રેડિટ સ્કોર ચેક કરવાની પ્રક્રિયા સમજીએ.
જો તમારો CIBIL સ્કોર ઓછો છે અને તમે કોઈપણ નકલી લોનનો સામનો કરો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આવકવેરા વિભાગમાં ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે, તમે https://incometax.intelenetglobal.com/pan/pan.asp પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.