Bank of Baroda Mega e-Auction: જો તમે ફેસ્ટિવલ સિઝનમાં ઘર, દુકાન અથવા જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેંક બેંક ઓફ બરોડા (Bank of Baroda) કોઈપણ બ્રોકરેજ વગર સસ્તા દરે ઘર, દુકાનો અને જમીન ખરીદવા માટે બમ્પર ઓફર લાવી છે. BOB 8 મી ઓક્ટોબરે મેગા ઈ-ઓક્શન(BoB Mega E-Auction) નું આયોજન કરી રહ્યું છે. જેમાં હાઉસિંગ, રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક જેવી તમામ પ્રકારની મિલકતોની હરાજી કરવામાં આવશે. તમે પણ આ મેગા ઓક્શનમાં ભાગ લઈને ખૂબ જ સસ્તા ભાવે ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદી શકો છો.
બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યું, તમારી પસંદગીની પ્રોપર્ટી ખરીદવા માટે તૈયાર રહો! બેંક ઓફ બરોડા 8 ઓક્ટોબર 2021 ના રોજ મેગા ઇ-હરાજી કરી રહી છે જ્યાં તમે સરળતાથી તમારી પસંદગીની મિલકત મેળવી શકો છો.
Get ready to buy a property of your choice! #BankofBaroda presents Mega e-Auction on 8th October 2021, where you can get a property of your choice with ease. Know more https://t.co/ejge3HVBe0 pic.twitter.com/o0GQhq6qRC
— Bank of Baroda (@bankofbaroda) October 1, 2021
હરાજી ક્યાં થઈ રહી છે?
જો તમારે જાણવું છે કે મિલકત ક્યાં સ્થિત છે, તો તમે તેને સરળતાથી શોધી શકો છો. આ માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જ્યાંથી તમને તેની માહિતી મળશે. આ માટે તમે સીધી આ લિંક https://www.bankofbaroda.in/e-auction.htm?utm_source=SM&utm_medium=Post&utm_campaign=MegaAuction_km પર ક્લિક કરી શકો છો, ત્યારબાદ તમે હરાજીના પેજ પર પહોંચશો. આ પછી તમે તેને ઝોન, પ્રદેશ, વર્ષ, મહિનો દ્વારા માહિતી જોઈ શકો છો.
આ રીતે મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકાય
ઇ-ઓક્શન(e-Auction)ની નોટિસમાં આપવામાં આવેલી સંબંધિત મિલકત માટે EMD સબમિટ કરવાનું રહેશે. ‘KYC દસ્તાવેજો’ સંબંધિત બેંક શાખામાં દર્શાવવાના રહેશે. હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિ પાસે ડિજિટલ સહી હોવી આવશ્યક છે. જો નહિં, તો આ માટે ઈ-હરાજી(e-Auction) કરનાર અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે.
ઇ-હરાજી(e-Auction) કરનાર સંબંધિત બેંક શાખામાં EMD જમા કરાવ્યા બાદ અનેKYC દસ્તાવેજો દર્શાવ્યા બાદ બિડરના ઇમેઇલ આઈડી પર લોગિન આઈડી અને પાસવર્ડ મોકલશે. હરાજીના નિયમો મુજબ ઇ-હરાજીના દિવસે સમયસર લોગ ઇન કરીને બિડિંગ કરી શકાય છે.
આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો