ગુજરાતમાં અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયાનો કર્યો ઘટાડો, મુંબઈ મહાનગર ગેસે પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ઘટાડો કરી ગ્રાહકોને આપી રાહત

|

Aug 18, 2022 | 2:51 PM

ગુજરાતમાં વાહનોમાં વપરાતા CNG અને ઘરેલુ વપરાશમાં લેવાતા PNGના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 52.55 ટકાનો વધારો થયો છે. આ ભાવ વધારા પાછળ કંપનીઓ દ્વારા આયાતી ગેસ મોંઘો હોવાનુ કારણ આપવામાં આવે છે હવે કેન્દ્ર સરકારે આયાત ખર્ચ ઘટાડ્યો હોવા છતા કંપનીઓ દ્વારા ગ્રાહકોને કોઈ રાહત અપાતી નથી.

ગુજરાતમાં અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયાનો કર્યો ઘટાડો, મુંબઈ મહાનગર ગેસે પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ઘટાડો કરી ગ્રાહકોને આપી રાહત
CNG, PNG

Follow us on

હાલ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ આસમાને છે. જેમા દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ઘી, વાહનોમાં વપરાતા પેટ્રોલ, ડીઝલ સહિતની દરેકે દરેક વસ્તુઓના ભાવ ભડકે ભળી રહ્યા છે ત્યારે સામાન્ય માનવીને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. ઉપરાંત રાંધણગેસના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. આટલુ ઓછુ હોય તેમ પાઈપ્ડ નેચરલ ગેસ(PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ગેસના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં તોતિંગ વધારો થયો છે. મોંઘી આયાત(Import)ના નામે કંપનીઓ સતત ભાવ વધારતી રહે છે. ગુજરાતમાં CNG અને PNG ગેસમાં કંપનીઓ સતત વધારો કરી રહી છે તો બીજી તરફ મુંબઈ મહાનગર ગેસે CNGના ભાવમાં કિલોએ 6 રૂપિયા ઘટાડી મુંબઈની જનતાને રાહત આપી છે. જેની સામે ગુજરાતમાં અદાણી ગેસ કંપનીએ CNGમાં  3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

11 મહિનામાં CNG, PNGના ગેસમાં 52.55 ટકાનો વધારો

ખાસ કરીને અમદાવાદમાં CNGના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જૂલાઈ 2021ની જો વાત કરીએ તો જે CNG ગેસનો ભાવ ગુજરાતમાં 56 રૂપિયા હતો તે ઓગષ્ટમાં વધીને 85.89 રૂપિયા થઈ ગયો છે. રાંધણગેસમાં વપરાશમાં લેવાતા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)નો ભાવ ગત વર્ષે 915 પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ હતા જે અત્યારે 68 ટકા વધી 1542 રૂપિયા થઈ ગયા છે.

મુંબઈ મહાનગર ગેસ કંપનીએ પ્રતિ કિલોએ 6 રૂપિયા ઘટાડી ગ્રાહકોને રાહત આપી

કંપનીઓ દ્વારા આયાત ખર્ચ વધુ હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો તેવો દાવો કરવામાં આવે છે. ખરેખર તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 12 ઓગષ્ટે જ આદેશ જારી કરી સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગોને બદલે ઘરેલુ વપરાશ માટે પાઈપ્ડ નેચરલ ગેસ અને વાહનોમાં વપરાતા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ માટે વિતરકોને ફાળવવા આદેશ કર્યો હતો. આ આદેશને પગલે મુંબઈ મહાનગર અને રત્નાગીરી વિસ્તારમાં ગેસનું વેચાણ કરતી મહાનગર ગેસ લિમીટેડે પ્રતિ કિલોએ 6 રૂપિયા ઘટાડી 80 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરી છે. જેની સામે અદાણી ગેસ CNGમાં 3.48 રૂપિયા ઘટા઼ડ્યા છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

કેન્દ્ર સરકારે આયાત ખર્ચ ઘટાડ્યો હોવા છતા ગુજરાતમાં ગેસ કંપનીઓની મનમાની

વૈશ્વિક બજારોમાં પણ ગેસના ભાવમાં 70 ટકા વધારા બાદ ગ્રાહકો પર પડેલા બોજને કારણે કેન્દ્ર સરકારને આ પગલુ લેવાની ફરજ પડી હતી. જો કે કેન્દ્ર સરકારની આ જાહેરાતના એક સપ્તાહ બાદમાં ગુજરાતમાં ગેસ કંપનીઓએ આવો કોઈ ભાવ ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી નથી. વારંવાર કંપનીઓ આયાતી ગેસ મોંઘો હોવાનુ બહાનુ ધરી સતત ભાવવધારો કરતી આવી છે. ગુજરાતમાં છેલ્લા 1 ઓગષ્ટે ગુજરાતમાં વાહનોમાં વપરાતા CNG અને ઘરેલુ વપરાશના PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને ગેસનો મળીને રાજ્યવાસીઓ પર 52.55 ટકા જેટલો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

હાલ ખુદ સરકારે સસ્તા ગેસની ઉપલબ્ધી વધારી છે તો ગુજરાતના ગ્રાહકોને પણ ઘટેલી પડતર કિંમતનો લાભ મળવો જોઈએ. જેના એક સપ્તાહ બાદ કંપનીએ ઘટાડાની જાહેરાત કરી છે. જે મુંબઈ કરતા તો અડધી જ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 11 મહિનામાં કટકે કટકે કરાયેલા ભાવવધારા હેઠળ 52.55 ટકા જેટલો ભાવવધારો ગ્રાહકો પર ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં ભાવ વધારા બાદ CNGનો ભાવ પ્રતિ કિલોએ 85.89 રૂપિયા છે જે વાહનવ્યવહારમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની સરખામણીએ માત્ર 6 રૂપિયા જ ઓછો છે. CNG મોંઘો થતા વાહનભાડામાં પણ વધારો થયો છે જેનો બોજો જનતા પર પડી રહ્યો છે.

Published On - 2:46 pm, Thu, 18 August 22

Next Article